નવી દિલ્હીઃ વર્લ્ડ રેકોર્ડ ધારક સ્પ્રિન્ટર અને 8 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ઉસેન બોલ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તે જમૈકામાં પોતાના ઘરમાં સેલ્ફ આઇસોલેશનમાં છે. પાછલા સપ્તાહે તેનો જન્મ દિવસ હતો અને તેની પાર્ટીમાં કોવિડના સુરક્ષા નિયમોને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલ્ટની આ પાર્ટીમાં ન તો લોકોએ માસ્ક પહેર્યું હતું અને ન તો સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. સોમવારે મોડી રાત્રે જમૈકાના સ્વાસ્થ્ય મંત્રાલયે બોલ્ટના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. બોલ્ટની આ પાર્ટીમાં કિંગ્સ ઇલેવન પંજાબના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ પણ હાજર હતો.


જો ગેલ સંક્રમિત થઈ જાત તો તેની આઈપીએલ માટે યૂએઈ જવાની સંભાવનાઓને આઘાત લાગત. પરંતુ આ ડાબા હાથના બેટ્સમેનનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 


ગેલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'થોડા દિવસ પહેલા પ્રથમ કોવિડ-19 ટેસ્ટ... સફર પહેલા મને બીજો નેગેટિવ જોઈતો હતો.' ગેલે અન્ય એક પોસ્ટમાં લખ્યું, આગામી ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. તે માટે નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યા.


IPL 2020: દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચની કમાન સંભાળશે આ ઓસ્ટ્રેલિયન બોલર  

તેણે કહ્યું હતું કે, સુરક્ષાની દ્રષ્ટિએ મેં ખુદને ક્વોરેન્ટાઇન કરી લીધો છે અને આરામમાં છું. આ વીડિયો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'સુરક્ષિત રહો મારા લોકો.'


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર