ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાફને કોરોના! ટીમ ઇન્ડિયાનો એક બોલર પણ પોઝિટિવ

ભારતીય ટીમના એક ખેલાડી ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાફના સભ્યોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ આ ફ્રેન્ચાઇઝીને ઇન્ડિયન પ્રિમિયર લીગ પહેલા ટીમની ક્વોરન્ટાઇન સમયમર્યાદા વધારવા પર મજબૂર થવું પડ્યું છે
નવી દિલ્હી: ભારતીય ટીમના એક ખેલાડી ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાફના સભ્યોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ આ ફ્રેન્ચાઇઝીને ઇન્ડિયન પ્રિમિયર લીગ પહેલા ટીમની ક્વોરન્ટાઇન સમયમર્યાદા વધારવા પર મજબૂર થવું પડ્યું છે. ચેન્નાઇની ટીમ દુબઇની 'તાજ'માં રોકાઇ છે.
લીગ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, કોવિડ-19ના તમામ પોઝિટિવ તપાસના પરિણામ ટીમના આગમનના પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે આવ્યા હતા. આઇપીએલનું આગામી સત્ર 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ પણ વાંચો:- IPL 2020 પહેલા દિલ્હી કેપિટલ્સને ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન ટૂર્નામેન્ટથી બહાર
આઇપીએલના એક વરિષ્ઠ સૂત્રએ ગોપનીયતાની શરત પર પીટીઆઇને જણાવ્યું હતું કે, હા હાલમાં જ ભારત માટે રમતા બંને હાથના મધ્યમ ગતિના એક ફાસ્ટ બોલર ઉપરાંત ફ્રેન્ચાઇઝીના કેટલાક સહયોગી સભ્યો કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે.
તેમણે કહ્યું કે, જ્યા સુધી અમે ખબર છે, સીએસકે મેનેજમેન્ટથી જોડાયેલા વરિષ્ઠ અધિકારી અને તેમની પત્ની ઉપરાંત ફ્રેન્ચાઇઝીની સોશિયિલ મીડિયા ટીમના ઓછામાં ઓછા બે સભ્યો પણ કોરોના વાયરસથી સંક્રમિત છે.
આ પણ વાંચો:- IPL ઈતિહાસઃ આઈપીએલમાં ધોનીના આ ત્રણ રેકોર્ડ, જેને તોડવા ખુબ મુશ્કેલ
સીએસકેએ આ ઘટના બાદ ટીમનો અલગ રાખવાનો સમય એક સપ્ટેમ્બર સુધી વધાર્યો છે. બીસીસીઆઇના માનક સંચાલન પ્રક્રિયા (SOP) અનુસાર, કોવિડ-19 તપાસમાં જે પણ પોઝિટિવ આવ્યા તેમને વધારાના સાત દિવસ માટે અલગ રાખવામાં આવશે. આ સમય બાદ તપાસમાં નેગેટિવ આવવા પર તેમને જૈવિક રીતથી સુરક્ષિત વાતાવરણમાં આવવાની મંજૂરી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર