IPL 2020 પહેલા દિલ્હી કેપિટલ્સને ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન ટૂર્નામેન્ટથી બહાર
ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત થવાની છે. પરંતુ તે પહેલા આઇપીએલ ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. જે પ્રકારે દિલ્હીના સૌથી વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય ઈજાગ્રસ્ત થતા ટીમથી બહાર થઇ ગયો છે
Trending Photos
નવી દિલ્હી: ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત થવાની છે. પરંતુ તે પહેલા આઇપીએલ ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. જે પ્રકારે દિલ્હીના સૌથી વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય ઈજાગ્રસ્ત થતા ટીમથી બહાર થઇ ગયો છે. ઈંગ્લેન્ડનો ઓપનર બેસ્ટમેન જેસન રોય (Jason Roy)ના સ્નાયુઓ ખેંચાવાના કારણે આ સંપૂર્ણ આઇપીએલ સીઝનથી બહાર રહેશે. એટલું જ નહીં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ટી20 ઇન્ટરનેશનલ સીરીઝમાં પણ જેસન રોય ઇંગલિશ ટીમનો ભાગ નથી. એવામાં દિલ્હી કેપિટલ્સ માટે આ એક ચિંતાનો વિષય છે.
જેસન રોયની જગ્યાએ ડેનિયલ સેમ્સ
જિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની મુશ્કેલી પહેલાથી વધારે છે, કેમ કે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ બોક્સે ખાનગી કારણોથી પહેલા જ આઇપીએલ-13થી પોતાનું નામ પરત ખેંચ્યું છે. એવામાં હવે જેસન રોયના આઇપીએલ 2020માંથી બહાર થતા દિલ્હીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો કે, દિલ્હી કેપિટલ્સે રોયની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિયલ સેમ્સ (Daniel Sams)ને ટીમમાં સામેલ કર્યો છે. પરંતુ એક બેટ્સમેનની જગ્યાએ એક ફાસ્ટ બોલરને ટીમમાં લેવો દિલ્હીનો આ નિર્ણય સમજણથી બહાર છે. કેમ કે દિલ્હીની ટીમમાં પહેલાથી જ કગિસો રાબડા, એનચિટ નોરત્જે, ઇશાંત શર્મા અને મોહિત શર્મા જેવા ફાસ્ટ બોલર સામેલ છે.
નાનું છે જેસન રોયનું આઇપીએલ કરિયર
જેસન રોય વર્ષ 2017થી આઇપીએલનો ભાગ છે. તેણે ગુજરાત લાયન્સ તરફથી પોતાના આઇપીએલ કરિયરની શરૂઆત કરી હતી. રોય અત્યાર સુધીમાં IPLની કુલ 8 મેચ રમ્યો છે. જેમાં જેસન રોયે 179 રન બનાવ્યા છે. તે દરમિયાન તેનો બેસ્ટ સ્કોર નોટઆઉટ 91 રનનો છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે, જેસન રોય સીમિટ ઓવરમાં કેટલો ખતરનાક બેટ્સમેન સાબિત થયા છે. એવામાં આ આઇપીએલ રીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે આ મોટો ઝટકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે