Coronavirus: કોરોના સામે લડવા પીવી સિંધુએ કરી 10 લાખ રૂપિયાની મદદ
સિંધુએ ટ્વીટર પર કહ્યું, `કોરોના વાયરસ સામે લડવા માટે તેલંગણા અને આંધ્ર પ્રદેશ રાજ્યોના મુખ્યમંત્રી રાહત કોષમાં પાંચ-પાંચ લાખ રૂપિયાનું દાન આપુ છું.`
હૈદરાબાદઃ વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોરોના વાયરસની લડાઈમાં પોતાનું યોગદાન આપતા 10 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. સિંધુએ આ રકમ પાંચ-પાંચ લાખ રૂપિયાના રૂપમાં બે રાજ્યો આંધ્ર પ્રદેશ અને તેંલગણાના મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કરી છે.
સિંધુએ ટ્વીટર પર કહ્યું, 'કોરોના વાયરસ સામે લડવા માટે તેલંગણા અને આંધ્ર પ્રદેશ રાજ્યોના મુખ્યમંત્રી રાહત કોષમાં પાંચ-પાંચ લાખ રૂપિયાનું દાન આપુ છું.'
કોરોનાનો કહેરઃ આઈપીએલ પર સંકટ, પરંતુ તૈયારી કરી રહ્યો છે આ વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડર
આ પહેલા દક્ષિણના સુપરસ્ટાર પવન કલ્યાણે પણ બે રાજ્યો આંધ્ર પ્રદેશ અને તેલંગણા મુખ્યમંત્રી રાહત કોષમાં 50-50 લાખ રૂપિયા દાન આપ્યા હતા. તે પહેલા રેસલર બજરંગ પૂનિયા પોતાના છ મહિનાનો પગાર, પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર 50 લાખ રૂપિયા અને સાનિયા મિર્ઝાએ ભોજન તથા જરૂરી સામાન દાન આપવાનો નિર્ણય લીધો હતો. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 650થી વધુ કેસ સામે આવી ચુક્યા છે જ્યારે 16 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube