નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના ખેલાડી સ્વદેશ પરત ફર્યા બાદ કોરોના વાયરસને કારણે 14 દિવસ સુધી ખુદને અલગ રાખશે. ભારતનો પ્રવાસ રદ્દ થયા બાદ ટીમ બુધવારે સ્વદેશ પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પોર્ટ 24એ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના મુખ્ય સ્વાસ્થ્ય અદિકારી શોએબ માંજરાના હવાલાથી કહ્યું, 'અમે સલાહ આપી છે કે તમામ ખેલાડી ઓછામાં ઓછા 14 દિવસ સુધી પોતાને ક્વારનટાઇનમાં રાખશે, કારણ કે મને લાગે છે કે લોકોની રક્ષા માટે આ એક નિયમિત માર્ગદર્શન છે.'


તેમણે કહ્યું, 'આ દરમિયાન જો કોઈને કોઈ પ્રકારના લક્ષણ દેખાય છે તો અમે તે નક્કી કરશું કે તેની યોગ્ય રીતે તપાસ થાય.'


દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ કોલકત્તાથી મંગળવારે સ્વદેશ માટે રવાના થઈ હતી. યજમાન ટીમે ભારતના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે આ શ્રેણી રદ્દ કરવામાં આવી હતી. 


COVID- 19: સાંભળો અને સમજો કોરોના પર સચિન તેંડુલકરની સલાહ


ભારત અને આફ્રિકાની ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચ ધર્મશાળામાં રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે તે મેચ રદ્દ થઈ હતી. 


ત્યારબાદ લખનઉમાં બીજી વનડે 15 માર્ચે અને ત્રીજી વનડે કોલકત્તામાં 18 માર્ચે રમાવાની હતી અને કોરોના વાયરસને કારણે બાદમાં તેને રદ્દ કરી દેવામાં આવી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર