COVID- 19: સાંભળો અને સમજો કોરોના પર સચિન તેંડુલકરની સલાહ
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસને માત આપવા માટે કેટલિક જવાબદારીઓ નિભાવો. સચિને એક વીડિયો જારી કરી સ્વાસ્થ્ય મંત્રાલયની જરૂરી ગાઇડલાઇન્સ પર વિસ્તારથી ચર્ચા કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ કોરોના વિરુદ્ધ લડવા માટે કમર કસી છે. સચિને આજે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરી લોકોને અપીલ કરી છે કે આ ઘાતક વાયરસને હરાવવા માટે દેશના તમામ લોકો પોત-પોતાની જવાબદારી નિભાવે અને જો ખુબ જરૂરી ન હોય તો મિત્રોને ન મળો.
માસ્ટર બ્લાસ્ટરે 1 મિનિટ 21 સેકન્ડનો આ વીડિયો હિન્દીમાં પોસ્ટ કર્યો છે અને વીડિયોનું કેપ્શન પણ હિન્દીમાં લખ્યું છે. સચિને અહીં ઈન્ડિયા ફાઇટ્સ કોરોના હેશટેગનો ઉપયોગ કરતા ભારત સરકારના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયને પણ ટેગ કર્યું છે. સચિને વીડિયો કેપ્શનમાં લખ્યું, 'એક નાગરિક તરીકે આપણી કેટલિક જવાબદારી છે. આપણે કેટલાક સરળ પગલાંનું પાલન કરી કોરોના વાયરસ (COVID- 19)ને દૂર રાખી શકીએ છીએ. હું તમને વિનંતી કરૂ છું કે પાયાની વાતોનો ખ્યાલ રાખો જેથી આપણે બધા સુરક્ષિત રહીએ.'
एक नागरिक के तौर पर हमारी कुछ जिम्मेदारियां हैं।
हम कुछ आसान से कदमों का पालन कर कोरोना वायरस (COVID-19) को दूर रख सकते हैं। मैं आपसे अनुरोध करता हूँ कि बुनियादी बातों का ख्याल रखें ताकि हम सभी सुरक्षित रहें। #IndiaFightsCorona@MoHFW_INDIA pic.twitter.com/vBYnEbYZ4C
— Sachin Tendulkar (@sachin_rt) March 18, 2020
આ વીડિયોમાં સચિને લોકોને અપીલ કરી કે થોડા દિવસ ભીટ વાળી જગ્યાઓ અને સામાજિક કાર્યક્રમોમાં ન જાઓ. અને જો જરૂરત ન હોય તો લોકોને ન મળો કારણ કે આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઇ છે.
આ સિવાય તેંડુલકરે સમજાવ્યું, 'જો તમને તાવ, શરદી કે શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો તમે નજીકના ડોક્ટરની પાસે જાવ. સાથે તેંડુલકરે અપીલ કરી કે જો તમને લાગે છે કે કોઈ અન્ય વ્યક્તિને શરદી, તાવ છે તો તેનાથી દૂર રહો. તમે 1075 હેલ્પલાઇન પર કોલ કરીને પણ જરૂરી મદદ મેળવી શકો છો.'
46 વર્ષીય આ મહાન બેટ્સમેને આ વીડિયોમાં વધુ બે અપીલ કરી જેમાંથી એક તમે જેટલું સંભવ હોય એટલા સાબુથી હાથ ધોવો અને 20 સેકન્ડ સુધી તમારા હાથ પાણીમાં ઘસી ઘસીને ધુઓ. સચિનની ચોથી અપીલ છે કે તમે અફવાઓમાં ન આવો અને ડરો નહીં.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે