કોરોનાને કારણે ક્રિકેટના નિયમોમાં ફેરફાર, કોરોના સબ્સ્ટીટ્યૂટને મંજૂરી
આઈસીસી ક્રિકેટ કમિટીએ હાલમાં આ રમતના નિયમોમાં નવી ભલામણ કરી છે. તેના આધાર ICCની મુખ્ય કાર્યકારી સમિતિએ મંગળવારે આ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ ખેલ જગત પર કોરોના વાયરસની મોટી અસર પડી છે અને હવે તેના કારણે નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ મંગળવારે મોટો નિર્ણય લેતા ટેસ્ટ ક્રિકેટમાં કોવિડ-19 સબ્સ્ટીટ્યૂટને ઉતારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આઈસીસી તરફથી જારી નિવેદન પ્રમાણે, ટેસ્ટ ક્રિકેટમાં જો કોઈ ખેલાડીમાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળે છે તો તેના સ્થાને અન્ય ખેલાડીને ઉતારી શકાય છે. આ સિવાય બોલ પર વારંવાર લાખનો ઉપયોગ માટે પાંચ રનની પેનલ્ટી પણ લગાવવામાં આવશે.
નોન-ન્યૂટ્રલ અમ્પાયર પણ મંજૂર
દિગ્ગજ બોલર અનિલ કુંબલેની આગેવાની વાળી આઈસીસી ક્રિકેટ કમિટીએ હાલમાં ઘણી ભલામણ કરી જેના આધાર પર આઈસીસીની મુખ્ય કાર્યકારી સમિતિએ આ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. સીઈસીએ આ સાથે તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં બિન તટસ્થ અમ્પાયર અમ્પાયરોને અમ્પાયરિંગ કરવા માટે પણ મંજૂરી આપી છે. આ બધા કોવિડ 19ની મહામારીને કારણે ખેલની સ્થિતિમાં વચગાળાના ફેરફાર છે.
જ્યારે સચિન માટે BCCIએ અઝહરને આપ્યો હતો ઠપકો, આ ઘટના પહેલાં ક્યારેય નથી આવી સામે
એક્સ્ટ્રા ડીઆરએસ, 32 ઇંચનો લોગો પણ
હવે બંન્ને ટીમોને એક વધારાનું ડીઆરએસ મળશે કારણ કે હવે દ્વિપક્ષીય સિરીઝમાં સ્થાનીક અમ્પાયર હશે. આ સિવાય ખેલાડીઓની જર્સી પર 32 ઇંચના વધારાના લોગોને પણ મંજૂરી આપવામાં આવશે જેથી કોરોના સંકટને કારણે આર્થિક નુકસાન ઉઠાવી રહેલ બોર્ડ કમાણી કરી શકે.
વનડે અને ટી20માં લાગૂ નહીં થાય નિયમ
તેણે એક નિવેદનમાં કહ્યું, ટેસ્ટ મેચ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણના લક્ષણ જોવા મળવા પર ખેલાડીના સ્થાને અન્યને ઉતારવાનો વિકલ્પ રહેશે. કન્કશન વિકલ્પની જેમ મેચ રેફરી તેના વિકલ્પને મંજૂરી આપશે. આ નિયમ વનડે અને ટી20માં લાગૂ થશે નહીં.
આઈસીસી બેઠકઃ ટી20 વિશ્વકપ પર આવી શકે છે મોટો નિર્ણય
2 દાયકા બાદ થશે આમ
રમતના નિયમો હેઠળ, આઈસીસીએ કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય યાત્રામાં લોજિસ્ટિકના પડકારનો હવાલો આપતા દ્વિપક્ષીય સિરીઝમાં સ્થાનીક અમ્પાયરોને પણ મંજૂરી આપી છે. આમ આસરે બે દાયકા બાદ થશે કે ઘરેલૂ અમ્પાયર મેચમાં રહેશે. તેનું મહત્વ છે કે ભારતના સી શમસુદ્દીન, અનિલ ચૌધરી અને નિતિન મેનન ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ઘરેલૂ સિરીઝમાં અમ્પાયરિંગ કરશે અને જવાગલ શ્રીનાથ મેચ રેફરી હશે.
પહેલા ચેતવણી, પછી પેનલ્ટી
આઈસીસીએ કહ્યુ, ખેલાડીઓને બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગની મંજૂરી રહેશે નહીં. ખેલાડી જો આમ કરે છે તો અમ્પાયર શરૂઆતમાં કેટલિક છૂટ આપશે. પરંતુ વારંવાર ભંગ કરશે તો ટીમને ચેતવણી આપવામાં આવશે. ટીમને બે ચેતવણી મળશે પરંતુ બાદમાં બેટિંગ કરનારી ટીમને પાંચ રનની પેનલ્ટી આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube