જ્યારે સચિન માટે BCCIએ અઝહરને આપ્યો હતો ઠપકો, આ ઘટના પહેલાં ક્યારેય નથી આવી સામે

અઝહરએ એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે ફેસબુક લાઇવમાં વાત કરતાં આ બાંગ્લાદેશ સાથે મેચ દરમિયાન વાત કરી હતી. તેમણે કહ્યું કે 1998માં ટીમ ઇન્ડીયાને બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ રમવાની હતી.

જ્યારે સચિન માટે BCCIએ અઝહરને આપ્યો હતો ઠપકો, આ ઘટના પહેલાં ક્યારેય નથી આવી સામે

નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની પ્રતિભા પર તો કદાચ જ કોઇને શંકા થઇ રહી છે. પરંતુ પોતાના કેરિયરની શરૂઆતમાં મધ્યક્રમમાં રમનાર સચિનને ક્રિકેટના ભગવાન જેવું બિરૂદ પ્રાપ્ત કરવાની તક ઓપનિંગ ચાલુ કર્યા બાદ જ મળી શકી. આ તે બેટ્સમેન હતા, જેના લીધે તેમને વિકેટ પર વધુમાંવધુ સમય વિતાવીને વનડે ક્રિકેટમાં 49 સદી ફટકારવા અને 18 હજારથી વધુ રન બનાવવાનીએ તક મળી. 

ઓપાનર સચિનની સફળતાનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે તેમના કેરિયરના પહેલાં 4 વર્ષમાં ફક્ત 4 સદી ફટકારી હતી તો આગામી 4 વર્ષમાં તેમના ખાતામાં 12 સદી જોડાઇ ચૂકી હતી. તેમનો જલવો આ ક્રમ પર એવો થઇ ગયો કે એકવાર તેમના કેપ્ટન મોહમંદ અઝરૂદ્દીન (Mohammad Azharuddin)ને તેમણે આ ક્રમ પર જ બનાવી રાખવાનો પ્રયત્ન કરતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેમને ઠપકો ખાવો પડ્યો હતો. 

બાંગ્લાદેશ સાથે મેચનો હતો મામલો
અઝહરએ એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે ફેસબુક લાઇવમાં વાત કરતાં આ બાંગ્લાદેશ સાથે મેચ દરમિયાન વાત કરી હતી. તેમણે કહ્યું કે 1998માં ટીમ ઇન્ડીયાને બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ રમવાની હતી. પસંદગીકર્તા ઓપનિંગ માટે કેટલાક એક્સપેરિમેન્ટ કરવા માંગતા હતા. તેમણે મને સચિનને નંબર 4 પર બેટીંગ કરવા માટે કહ્યું. સચિને ચોથા નંબર પર બેટિંગ કરતાં લગભગ 80 રન બનાવ્યા. પરંતુ મને લાગે છે કે સચિન ઓપનિંગમાં જ યોગ્ય છે. એટલા માટે મને તેમની પાસે ફરીથી ઓપનિંગ શરૂ કરાવી દીધી. તેના માટે ભારત ફર્યા બાદ મને બીસીસીઆઇ તરફ ઠપકો મળ્યો હતો. 

સચિન સાંભળતાં જ થઇ ગયા પાગલ
અઝહરે એ પણ જણાવ્યું કે આ નિર્ણય પર સચિનની પહેલી પ્રતિક્રિયા શું હતી. તેમણે કહ્યું કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો ખુશીથી પાગલ થઇ ગયા છે. તેમણે કહ્યું કે હું હંમેશાથી ઇનિંગની શરૂઆત કરવા માંગતો હતો. અઝહરે કહ્યું કે સચિન પાસે પ્રતિભા હતી. જેને મેં ફક્ત સહયોગ આપ્યો અને  બાકી કામ તેમણે પોતે કરી લીધું તમે ક્યારેય પણ પ્રતિભાને દબાવીને ન રાખી શકો. 

પહેલીવાર ઓપનિંગમાં જ કરી દીધો હતો ધમાકો
સચિન તેંડુલકરે પહેલીવાર ઓપનિંગ કરવાનો તક 27 માર્ચ 1994ના રોજ ન્યૂઝીલેંડ પ્રવાસ પર ઓકલેંડમાં રમાયેલી સીરીઝની બીજી વનડે મેચથી કરી હતી. સચિન ત્યારે ફક્ત 21 વર્ષના હતા. પહેલી જ મેચમાં તેમણે 49 મેચમાં 15 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી 82 રન બનાવ્યા હતા. તેમની આ ઇનિંગથી ટીમ ઇન્ડીયાને જીત માટે 50 ઓવર મળી 143 રનનો ટાર્ગેટ 23.2 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news