Cricket Unique Records: ક્રિકેટ જગતમાં અનેક અવનવા રેકોર્ડ નોંધાતા હોય છે. ત્યારે આવો જ એક અજીબો ગરીબ રેકોર્ડ દુનિયાના ત્રણ બોલરોના નામે નોંધાયેલો છે. જેમાં અમ્પાયરની ભૂલના કારણે બોલરને થઈ ગયો હતો મોટો ફાયદો...તેથી આને ક્રિકેટનો સૌથી અનોખો રેકોર્ડ પણ ગણાવામાં આવે છે. આ રેકોર્ડની વાત કરીએ તો...દુનિયાના માત્ર આ 3 બોલરો એવા છે જેમણે ઈન્ટરનેશનલમાં ક્રિકેટ મેચમાં લાખો દર્શકો, ઢગલો કેમેરા અને અમ્પાયરોની સાથે 6 ના બદલે નાખી હતી 5 બોલની 1 ઓવર...જોકે, તે સમયે કોઈને નહોંતી પડી આ વાતની ખબર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી, પરંતુ કેટલાક રેકોર્ડ્સ એટલા દુર્લભ છે કે તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. ક્રિકેટના નિયમો અનુસાર, એક ઓવરમાં 6 કાયદેસર બોલ ફેંકવામાં આવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 બોલર એવા છે કે જેમણે 5 બોલની ઓવર નાખી હોય. આ રેકોર્ડ પોતાનામાં ઘણો અનોખો છે. આવો એક નજર કરીએ તે 3 બોલરો પર જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 બોલની ઓવર નાંખી છે.


1. લસિથ મલિંગા-
શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ભારત સામેની ODI મેચ દરમિયાન 1 ઓવરમાં 6 નહીં પરંતુ 5 બોલ ફેંક્યા હતા. લસિથ મલિંગાએ 2012માં ભારત સામે રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં એક ODI મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. ભારત શ્રીલંકા સામેની આ મેચ માત્ર એક બોલના કારણે જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.


2. નવીન ઉલ હક-
અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે ઓસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપ 2022ની મેચ દરમિયાન 1 ઓવરમાં 6 નહીં પરંતુ 5 બોલ ફેંક્યા હતા. મેદાન પરના અમ્પાયરે ભૂલ કરી અને નવીન ઉલ હકની ઓવરમાં 1 બોલ ઓછો ગણ્યો.


3. મુસ્તફિઝુર રહેમાન-
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને વર્ષ 2021માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODI મેચ દરમિયાન 1 ઓવરમાં 6 નહીં પરંતુ 5 બોલ ફેંક્યા હતા. વાસ્તવમાં, મેદાન પરના અમ્પાયરની ભૂલને કારણે આ મોટી ભૂલ જોવા મળી હતી. બાંગ્લાદેશના ઓન-ફીલ્ડ અમ્પાયર ગાઝી સોહેલે મુસ્તાફિઝુર રહેમાનની ઓવરમાં 1 બોલ ઓછો ગણ્યો હતો.