નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા 71 વર્ષના પોતાના ટેસ્ટ ક્રિકેટના સંબંધોમાં ફરી એકવાર આમને-સામને છે.  બંન્ને ટીમો 6 ડિસેમ્બરથી એડિલેડમાં ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સત્તાવાર તૈયારીની  શરૂઆત (પ્રેક્ટિસ મેચ) 28 નવેમ્બરથી કરવાની હતી. પરંતુ વરસાદને કારણે પ્રથમ પ્રેક્ટિસ મેચના પ્રથમ  દિવસની રમત ધોવાઇ ગઈ હતી. તે પણ સંયોગ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ સંબંધોની શરૂઆત 28  નવેમ્બરથી થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1947માં 28 નવેમ્બરથી બ્રિસ્બેનમાં પ્રથમ મેચ રમાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદી બાદ પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી
આઝાદી પહેલા ભારતના ક્રિકેટના સંબંધો ઈંગ્લેન્ડ સામે હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1932માં લોર્ડ્સમાં પ્રથમ  ટેસ્ટ મેચ રમાઇ હતી. ત્યરબાદ આ બંન્ને દેશો વચ્ચે 1946 સુધી 10 ટેસ્ટ મેચ રમાઇ. ઈંગ્લેન્ડે તેમાંથી 6 મેચ  જીતી અને ચાર મેચ ડ્રો રહી હતી. આઝાદી બાદ ભારતે પ્રથમ ટેસ્ટ સિરીઝ ઈંગ્લેન્ડની જગ્યાએ ઓસ્ટ્રેલિયા સામે  રમી હતી. ભારત પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમવા માટે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. 


બ્રિસ્બેનમાં થઈ હતી અમરનાથ અને બ્રેડમેનની ટક્કર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 28 નવેમ્બરથી બ્રિસ્બેનમાં શરૂ થઈ હતી. ભારતીય ટીમની કમાન લાલા  અમરનાથ સંભાળી રહ્યાં હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાની કમાન ડોન બ્રેડમેને સંભાળી હતી. બ્રેડમેને આ મેચમાં પોતાની  ખ્યાતી અનુરૂપ બેટિંગ કરી અને 185 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ પર 382  રન બનાવીને ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાની સામે સમર્પણ કરી દીધું.  ભારત પ્રથમ ઈનિંગમાં 58 અને બીજી ઈનિંગમાં 98 રન બનાવી આઉટ થઈ ગયું હતું. 

11 સિરીઝ અને 13 કેપ્ટન, 71 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ભારતને ડરાવે છે આ રેકોર્ડ

કેપ્ટન અમરનાથ કર્યું હતું ઓલરાઉન્ડર પ્રદર્શન
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં ખરાબ રીતે હારી હતી, પરંતુ લાલા અમરનાથે પોતાના પ્રદર્શનથી  તમામને પ્રભાવિત કર્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ ઝડપી. તેમાં બ્રેડમેનની વિકેટ પણ સામેલ હતી. તેણે  બ્રેડમેનને હિટવિકેટ કરાવ્યા હતા. બ્રેડમેન પોતાના કરિયરમાં માત્ર એકવાર જ હિટવિકેટ થયા હતા. અમરનાથે  ભારતની પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ 22 રન બનાવ્યા, પરંતુ તે બીજી ઈનિંગમાં 5 રન જ બનાવી શક્યા હતા. 

14મો પુરૂષ હોકી વર્લ્ડ કપઃ તે તમામ માહિતી જે તમારે જાણવી જોઈએ


128 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે ભારત અને ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 128 ટેસ્ટ રમી છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાએ 73 અને ભારતે 45 મેચ જીતી  છે. જ્યારે 26 મેચ ડ્રો રહ્યાં અને એક મેચ ટાઈ થઈ હતી. બંન્ને દેશોએ ઓસ્ટ્રેલિયામાં 45 ટેસ્ટ મેચ રમી છે. ભારતે  તેમાંથી માત્ર પાંચ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ 28 મેચ જીતી છે.