માનચેસ્ટરઃ ભારતની ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ હવે તેની સામે તે મુકાબલો છે, જેની રાહ ક્રિકેટ જગત જોઈ રહ્યું છે. આઈસીસી વિશ્વકપ-2019ની 22મી મેચમાં ભારત પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે ઓલ્ડ ટ્રૈફર્ડના મેદાન પર ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ જગતમાં હંમેશા આ મેચને મહામુકાબલો નામ આપવામાં આવે છે અને તેને લઈને મેદાનની અંદર અને બહાર, બંન્ને દેશોની સરહદોની અંદર અને સરહદોની આસપાસ શાનદાર રોમાંચ અને ઉત્સાહ રહે છે. 


આ મુકાબલા પર પણ બધાની નજર છે અને આ મુકાબલો તે માટે પણ ખાસ છે કે કારણ કે ભારતને પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પરાજય આપ્યો હતો. હવે ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં પાકિસ્તાનને પરાજય આપીને આ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. 


ભારતે આ વિશ્વકપમાં અત્યાર સુધી બે મેચ રમી છે. પ્રથમ મેચમાં તેણે આફ્રિકાને તો બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી મેચ વરસદાને કારણે ધોવાઇ ગઈ હતી. 


જો વિશ્વકપમાં આ બંન્ને ટીમોની વાત કરવામાં આવે તો ભારત આ ટૂર્નામેન્ટમાં ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી. 1992થી લઈને 2015 વિશ્વ કપ સુધી બંન્ને ટીમો છ વખત આમે-સામને થઈ ચુકી છે, પરંતુ પાકિસ્તાન ક્યારેય જીતી શક્યું નથી. આ રેકોર્ડથી જરૂર ભારતને આત્મવિશ્વાસ મળશે. 



27 વર્ષ, 6 વિશ્વ કપ, જંગથી ઓછી નથી ભારત-PAKની મેચ, જાણો કોણ પડ્યું ભારે 
 


પરંતુ ભારતે તે ન ભૂલવુ જોઈએ કે આ પાકિસ્તાન છે જેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પરાજય આપ્યો હતો. આ વખતે પણ તેને હળવાશથી લઈ શકાય નહીં. પાકિસ્તાને શરૂઆત ખરાબ કરી હતી અને પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હાર  મળી હતી. 


પરંતુ પાકિસ્તાને વાપસી કરતા યજમાન ઈંગ્લેન્ડને પરાજય આપ્યો અને પાછલા મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો. 


પાકિસ્તાન માટે સૌથી સારી વાત છે કે તેણે બે સૌથી અનુભવી બોલર મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝ ફોર્મમાં આવી ગયા છે. આ બંન્નેએ ઈંગ્લેન્ડ સામે શાનદાર બોલિંગ કરી તો આમિરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપી હતી. 


આમિરે જ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વિકેટ લઈને ભારતને બેકફુટ પર લાવી દીધું હતું. આ મેચમાં બધાની નજર આમિર અને કોહલીની વચ્ચે થનારી સ્પર્ધા પર હશે. આમિરને મોટી ટૂર્નામેન્ટનો ખેલાડી માનવામાં આવે છે, કારણ કે તેણે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે વિશ્વકપની ટીમમાં પણ સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો પરંતુ પસંદગીકારોએ તેને બાદમાં ટીમમાં સ્થાન આપ્યું અને તેણે વિશ્વકપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. 


ભારત માટે ખરાબ વાત છે કે ધવન ઉપલબ્ધ નથી. તેના સ્થાને રોહિતની સાથે રાહુલ ઓપનિંગ કરશે. બંન્નેનો પ્રયત્ન ભારતને સારી શરૂઆત અપાવવા પર હશે. 



World Cup 2019: ભારત-પાક 20 વર્ષ બાદ ફરી ઓલ્ડ ટ્રૈફર્ડમાં, ત્યારે આ ખેલાડી બન્યો હતો હિરો


ટીમ ચોથા નંબર પર કોને તક આપે છે તે જોવાનું રહેશે. ટીમની પાસે વિજય શંકર અને દિનેશ કાર્તિકના રૂપમાં વિકલ્પ છે. એમએસ ધોની અને જાદવ પર પણ વધુ જવાબદારી હશે. તો હાર્દિક પંડ્યા પાસે ફરી એક આક્રમક ઈનિંગની આશા ટીમને હશે. 


પાકિસ્તાનની બોલિંગ તો લયમાં છે પરંતુ તેને ફીલ્ડિંગથી નિરાશા મળી છે. ટીમ ફીલ્ડિંગમાં ખુબ નબળી જણાઈ છે અને કેચ પણ પડતા મુક્યા છે. 


જો બેટિંગની વાત કરવામાં આવે તો પાકિસ્તાન માટે ભારતના શાનદાર બોલિંગ આક્રમણનો સામનો કરવો આસાન રહેશે નહીં. બે વર્ષમાં ભારતે પોતાની બોલિંગમાં ખુબ સુધાર કર્યો છે. જસપ્રીત બુમરાહ અને ભુવી શરૂઆતમાં તો મધ્ય ઓવરમાં ચહલ અને કુલદીપ પાક બેટ્સમેનોની પરીક્ષા લેશે. 


પાકિસ્તાનને ઇમામ ઉલ હક અને ફખર જમાન પાસે સારી શરૂઆતની આશા હશે. બાબર આઝમ અને હફીઝ તો ફોર્મમાં છે પરંતુ મલિક હજુ મોટી ઈનિંગ રમી શક્યો નથી. ભારત વિરુદ્ધ જીત માટે ટોપ-4 બેટ્સમેનોમાંથી કોઈ એકે મોટી ઈનિંગ રમવી પડશે.