હાલ બોલિવુડમાં તનુષી દત્તાના નાના પાટેકર પર યૌન શોષણના આરોપથી હડકંપ મચી ગયો છે. ત્યારે બીજી તરફ સ્ટાર ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પર એક અમેરિકન મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. ત્યારે રોનાલ્ડો એકવાર ફરીથી મુશ્કેલીમાં દેખાઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન મહિલાનું કહેવું છે કે, ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 2009માં તેનો બળાત્કાર કર્યો હતો. જોકે, મહિલાના આ આરોપને રોનાલ્ડોના વકીલે પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું કે, તેઓ આ મામલે કોર્ટમાં જશે. હકીકતમાં, એક જર્મન મેગેઝીન ( Der Spiegel) એ આ મહિલાના નિવેદનને પબ્લિશ કર્યું છે. રોનાલ્ડોના વકીલે કહ્યું કે, તેઓ આ મેગેઝીન પર પણ આ પ્રકારના ખોટા સમાચાર છાપવા સામે કેસ કરશે.



મેગેઝીનમાં છપાયેલ નિવેદન મુજબ, રોનાલ્ડોએ વર્ષ 2009માં લાસ વેગાસમાં એક હોટલના રૂમમાં મહિલા સાથે રેપ કર્યો તો. તેના બાદ મહિલા અને રોનાલ્ડોએ કોર્ટ બહાર જ મામલો નિપટાવ્યો હતો. તેના માટે રોનાલ્ડોએ તેને મોટી રકમ પણ આપી હતી અને કહ્યું હતું કે, મહિલાએ હવેથી રોનાલ્ડોથી દૂર રહેવું.  સાથે ક્યારેય હવે વાત નહિ કરે.


મોડલે લગાવ્યો હતો સનસનીખેજ આરોપ
ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડો સામે આ પહેલો આરોપ નથી, આ પહેલા પણ તે વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. ગત વર્ષે એક મોડલે રોનાલ્ડો પર આરોપ લગાવતા કહ્યું હતું કે, રોનાલ્ડોએ તેનો સેક્સ માટે ઉપયોગ કર્યો હતો. મોડલ અને ટીવી સ્ટાર નતાશા રોડ્રિગ્સે રોનાલ્ડો પર આરોપ લગાવતા કહ્યું કે, રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાને પણ છેતરી હતી.



ટેક્સ ચોરીનો આરોપ
હાલમાં જ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પર ટેક્ચ ચોરીનો પણ આરોપ લાગ્યો હતો. સ્પેનમાં કર ચોરીના મામલે 1.9 કરોડ યુરોની ચૂકવણી કરીને તેણે આ મામલો પતાવ્યો હતો.