દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં નિરાશાજનક શરૂઆતથી ચિંતિત ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK) આજે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) વિરુદ્ધ રમાનારી ટક્કરમાં પોતાની મુશ્કેલ પરિસ્થિતિઓના જવાબ શોધવા માટે બેતાબ હશે. પાછલી સીઝનોમાં પોતાની દમદાર રમતથી ટોપ પર રહેવા ટેવાયેલી ટીમ ચાર મેચોમાં ત્રણ હારથી પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાન પર છે અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ટીમ માટે ખુબ અલગ સ્થિતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા ખેલાડીઓ હોવા છતાં  ટીમ માટે કંઈ સારૂ રહ્યું નથી. તેણે શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં અંતિમ ઇલેવનમાં ત્રણ ફેરફાર કર્યાં, અંબાતી રાયડૂની વાપસી અને ડ્વેન બ્રાવોની હાજરી પણ ટીમને જીત ન અપાવી શકી. 


ફાફ ડુ પ્લેસિસને છોડીને ટોપ ક્રમના નહીં ચાલવા અને મધ્યની ઓવરોમાં ધીમી રન ગતિ તથા મેચના અંત માટે વધુ રન છોડવાની આદતને કારણે તેણે સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમમાં વાપસી કરવાની કળા છે પરંતુ ફીલ્ડિંગ, બોલિંગ અને બેટિંગ તમામ વિભાગમાં એક સાથે દમદાર પ્રદર્શન કરવું પડશે. જ્યારે પરિણામ ટીમના હકમાં આવે છે તો અનેક ખામીઓ ઢંકાઇ જાય છે પરંતુ જ્યારે તેમ ન થાય તો નાની-નાની વસ્તુ પણ સ્પષ્ટ દેખાવા લાગે છે. 


ત્રીજીવાર બાદ ધોનીના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી. તેણે કહ્યું- ઘણા લાંબા સમય પહેલા એકવાર અમે સતત ત્રણ મેચ ગુમાવી હતી. અમારે ઘણી વસ્તુ સારી કરવાની જરૂર છે. આ પ્રોફેશનલ વલણ હોય છે. અમારે કેચ ઝડપવા પડશે, નો-બોલ ન ફેંકવા જોઈએ. આ વસ્તુને નિયંત્રિત કરી શકાય છે અને લગભગ અમે વધુ રિલેક્સ થઈ રહ્યાં છીએ. 


ચેન્નઈની જરૂર હશે કે તેના ટોપ ક્રમનો એક બેટ્સમેન બોર્ડ પર રન લગાવે અને સાથે મધ્ય ઓવરોની રન રેટનું પણ ધ્યાન રાખવામાં આવે. જો તેમ થાય તો ધોનીને પકડ બનાવવામાં મદદ મળશે. ધોનીએ શરૂઆતી મેચોમાં ખુબ દબાવમાં બેટિંગ કરી છે અને વધુ આશાને કારણે તેની અને તેની ટીમની નિષ્ફળતા વધુ ખરાબ દેખાઈ રહી છે. 


જો ટીમ મધ્ય ઓવરોમાં વધુ રન બનાવે છે તો તેનાથી ધોની અને નિચલા ક્રમના બીજા બેટ્સમેનોને થોડી મદદ મળશે. પરંતુ આ કામ એટલું સરળ રહેશે નહીં કારણ કે પંજાબ વિરુદ્ધ રમશે જે શાનદાર બેટિંગ કરી રહી છે. પરંતુ પરિણામ પંજાબના પક્ષમાં રહ્યાં નથી. કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. 


પંજાબની ટીમ બે વખત 200થી વધુ રન બનાવવાને કારણે પોતાની સીમિત બોલિંગને કારણે તેમાં હારી ચુકી છે. મોહમ્મદ શમી સિવાય વિપક્ષી ટીમના બેટ્સમેનોને રોકવામાં કોઈ અન્ય બોલર સફળ રહ્યો નથી. ચેન્નઈ સુપર કિંગ્સે આ વાતનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને પંજાબના ઓપનરોને વહેલા પેવેલિયન પરત મોકલી દેવા પડશે. 


ચેન્નઈ સુપર કિંગ્સઃ એમએસ ધોની, અંબાતી રાયડુ,  દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.


કિંગ્સ ઇલેવન પંજાબઃ કેએલ રાહુલ, કરૂણ નાયર, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, ક્રિસ ગેલ, દર્શન નાલકંડે, હરપ્રીત બ્રાર, કૃષ્ણપ્પા ગૌતમ, અર્શદીપ સિંહ, હાર્ડસ વિઝ્લોન, જે સુચિથ, મોહમ્મદ શમી, મુઝીબ ઉર રહેમાન, મુર્ગન અશ્વિન, ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, પ્રભસિમરન સિંઘ, દીપક હૂડા, જેમ્સ નીશમ, તાજિંદર ઢિલ્લોન અને ઇશાન પોરેલ.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર