CWG History: 28 જુલાઈથી શરૂ થશે કોમનવેલ્થ ગેમ્સનો રોમાંચ, જાણો શું છે આ મહાકુંભનો ઈતિહાસ
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અત્યાર સુધી 500થી વધુ મેડલ જીતી ચુક્યુ છે અને આ વખતે જ્યારે તેના એથલીટ બર્મિંઘમમાં ઉતરશે તો મેડલની સદી પૂરી કરવા પર નજર હશે. ગોલ્ડન બોય નીરજ ચોપડા, પીવી સિંધુથી લઈને રેસલર બજરંગ પુનિયા પાસે મેડલની આશા છે. આવો જાણીએ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસ વિશે.
નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત આશરે 88 વર્ષ પહેલા થઈ હતી. 1930માં પ્રમથવાર આ રમત કેનેડાના હેમિલ્ટન શહેરમાં આયોજીત થઈ હતી. દર ચાર વર્ષના અંતરે આયોજીત થનાર આ ગેમ્સના ટાઇટલની વાત કરીએ તો 1930થી લઈને અત્યાર સુધી રમતના નામમાં 4 વખત ફેરફાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં આ ગેમ્સને 'બ્રિટિશ એમ્પાયર ગેમ્સ' નામથી ઓળખ મળી હતી અને 1930થી 1950 સુધી આ નામથી ગેમ્સનું આયોજન થતું રહ્યું હતું.
ત્યારબાદ આ ગેમ્સનું નામ બદલીને 'બ્રિટિશ એમ્પાયર તથા કોમનવેલ્થ ગેમ્સ' કરી દેવામાં આવ્યું. આ ગેમ્સ 12 વર્ષ (1954થી 1966) સુધી આયોજીત થઈ હતી. 1970માં આ ગેમ્સની શરૂઆત પહેલા એકવાર ફરી (ત્રીજીવાર) તેનું નામ બદલી દેવામાં આવ્યું અને આ વખતે તેને બ્રિટિશ રાષ્ટ્રમંડળ ગેમ્સ નામ કરી દેવામાં આવ્યું. બે સીઝન બાદ ચોથી વાર 1978માં આ ગેમ્સનું નામ બદલી દેવામાં આવ્યું અને તેને આ વખતે નામ મળ્યું 'કોમનવેલ્થ ગેમ્સ'.
શરૂઆતમાં આ ગેમ્સના નામને કારણે ઘણા દેશો તેમાં ભાગ લેતા નહોતા. પરંતુ 40 વર્ષ પહેલા જ્યારે આ ગેમ્સના નામ પર સહમતિ બનાવી કોમનવેલ્થ ગેમ્સ કરી દેવામાં આવ્યું, ત્યારબાદ તેમાં ભાગ લેનારા દેશોની સંખ્યામાં આશ્ચર્યજનક રૂપથી વધારો થયો હતો.
આ પણ વાંચોઃ મેડલનો વરસાદ કરે છે આ ભારતીય બોક્સર, જાણો આ વખતે કોણ મારશે ગોલ્ડન પંચ?
આ વર્ષે ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં આયોજીત થઈ રહેલ આ કોમનવેલ્થ ગેમ્સની 22મી સીઝન છે. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધી સમાપ્ત થયેલી 21 સીઝનમાંથી કુલ 17માં ભાગ લીધો છે અને તેણે 92 વર્ષમાં અત્યાર સુધી કુલ 503 મેડલ જીત્યા છે. આ મેડલમાં 181 ગોલ્ડ, 17 સિલ્વર જ્યારે 149 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.
ભારતે 1930, 1950, 1962 અને 1986માં આ ગેમ્સમાં ભાગ લીધો નહીં, જ્યારે બે વખત 1938 (સિડની) અને 1954 (વૈંકૂવર) માં કોઈ મેડલ જીત્યા નહીં. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સૌથી શાનદાર વર્ષ 2010 રહ્યું, જ્યારે ભારતમાં આ ગેમ્સનું આયોજન થયું હતું. પોતાના ઘરમાં રમતા ભારતે 101 મેડલ સાથે ટેલીમાં બીજુ સ્થાન હાસિલ કર્યું હતું. તેમાં ઓસ્ટ્રેલિયા 180 મેડલ સાથે ટોપ પર હતું.
આ પણ વાંચોઃ CWG 2022માં ભાગ લેશે ભારતના 200થી વધુ ખેલાડીઓ, પણ કેમ હાંસિયામાં ધકેલાયું છે ગુજરાત?
ભારતે વર્ષ 2010માં 39 ગોલ્ડ, 26 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં ગ્લાસગોમાં આયોજીત ગેમ્સમાં ભારત 5માં સ્થાને રહ્યું હતું. તેમાં ભારતે 64 મેડલ પોતાના નામે કર્યા હતા. આ વખતે 15 ગોલ્ડ, 30 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ ખાતામાં આવ્યા હતા. છેલ્લી સીઝનમાં ભારતે ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયામાં 66 મેડલ જીક્યા હતા, જેમાં 26 ગોલ્ડ, 22 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આ વખતે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube