T20: વોર્નરે જન્મદિવસ પર ફટકારી સદી, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 134 રને હરાવ્યું
વોર્નરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 233 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 28 બોલ પર 62 અને કેપ્ટન ફિન્ચે 36 બોલ પર 64 રનનું યોગદાન આપ્યું હતું.
એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે (david warner) શ્રીલંકા વિરુદ્ધ (AUS vs SL) રવિવારે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટી20 (T20) મેચમાં સદી ફટકારી હતી. તેણે ત્રણ ટી20 મેચોની સિરીઝના પ્રથમ મેચમાં અણનમ 100 રન બનાવ્યા હતા. વો્નરે 56 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે 20 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ટી20 રમવા મેદાનમાં ઉતર્યો હતો. તેણે છેલ્લી ટી20 મેચ 21 ફેબ્રુઆરી 2018ના ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. વોર્નરની આંતરરાષ્ટ્રીય ટી20મા આ પ્રથમ સદી છે. સંયોગથી તેણે આ સદી પોતાના 33મા જન્મદિવસ પર ફટકારી છે.
વોર્નરની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ પર 233 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 28 બોલ પર 62 અને કેપ્ટન ફિન્ચે 36 બોલ પર 64 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ પર 99 રન બનાવી શકી હતી. તેના માટે દસુન સનાકાએ 17 અને કુશલ પરેરાએ 16 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
Diwali Wishes: ક્રિકેટ જગતે આપી દિવાળીની શુભકામનાઓ
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પ્રથમ વખત ટી20 રમ્યો વોર્નર
વોર્નર પાછલા વર્ષે આફ્રિકા વિરુદ્ધ માર્ચમાં ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયો હતો. તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. વોર્નરે વિશ્વકપથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે ટૂર્નામેન્ટમાં 647 રન બનાવ્યા હતા. ત્યારબાદ રમાયેલી એશિઝ સિરીઝમાં વોર્નર 10 ઈનિંગમાં માત્ર 95 રન બનાવી શક્યો હતો.