Diwali Wishes: ક્રિકેટ જગતે આપી દિવાળીની શુભકામનાઓ

દિવાળીના તહેવાર પર ક્રિકેટ જગતે શુભેચ્છા આપી છે. વીરેન્દ્ર સહેવાગ, શિખર ધવન, અને માઇકલ ક્લાર્ક જેવા ખેલાડીઓએ ફેન્સને શુભેચ્છા આપી છે. 

Diwali Wishes: ક્રિકેટ જગતે આપી દિવાળીની શુભકામનાઓ

નવી દિલ્હીઃ વીરેન્દ્ર સહેવાગ અને શિખર ધવન તથા ખેલ જગતના અન્ય સિતારાઓએ રવિવારે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભકામનાઓ આપી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો ડેવિડ વોર્નર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે પણ દિવાળીની શુભેચ્છા આપી છે. 

સહેવાહે ટ્વીટર પર લખ્યું, 'તમારો માર્ગ હંમેશા રોચક અને રોમાંચક બન્યો રહે? અને તમારા જીવનમાં હંમેશા ખુશિઓ, પ્રેમ અને પ્રકાશ બન્યો રહે. તમે તમારી દિવાળી ધૂમ ધામથી ઉજવો.'

— Virender Sehwag (@virendersehwag) October 27, 2019

તો ધવને લખ્યું, 'દિવાળી તમારા અને તમારા પરિવારના જીવનમાં પ્રકાશ, શાંતિ, સંપન્નતા અને ખુશી લઈને આવે. તમને બધાને દિવાળીની શુભેચ્છા.'

— Shikhar Dhawan (@SDhawan25) October 27, 2019

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ ટ્વીટર પર દિવાળીની શુભેચ્છા આપી છે. શાસ્ત્રીએ લખ્યું, 'તમને અને તમારા પ્રિયજનોને દિવાળીની શુભેચ્છા. આ દિવાળી તમારા માટે સંપન્નતા લઈને આવે. આ અવસર પર તે લોકોના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કરીએ જેને તેની જરૂર છે.'

— Ravi Shastri (@RaviShastriOfc) October 27, 2019

રવિવારે પોતાનો 33મો જન્મદિવસ મનારી રહેલ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પણ ટ્વીટર પર દિવાળીની શુભેચ્છા આપી છે. વોર્નર ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને ટેગ કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'બધાને દિવાળીની શુભકામનાઓ.'

A post shared by David Warner (@davidwarner31) on

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પણ ટ્વીટર પર દિવાળીની શુભેચ્છા આપી છે. તેમણે લખ્યું, 'પ્રકાશનો આ તહેવાર તમારા જીવનના દરેક ક્ષણે ખુશી, પ્રેમ અને આનંદ લઈને આવે.'

— VVS Laxman (@VVSLaxman281) October 27, 2019

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે પણ ટ્વીટર પર દિવાળીની શુભેચ્છા આપી છે. 

— Michael Clarke (@MClarke23) October 27, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news