ODI World Cup 2023: ODI વર્લ્ડ કપ 2023 આ વર્ષે ભારતની યજમાનીમાં રમાશે. ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની વચ્ચે ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડી ગયા વર્ષે બે મોટી ઈજાઓ સામે ઝઝૂમીને મેદાનમાં પાછો ફર્યો હતો, પરંતુ ફરી એકવાર આ ખેલાડી માટે તણાવ વધી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IPL 2023 વચ્ચે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ફાસ્ટ બોલર દીપક ચહર ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. દીપક ચહરને હેમસ્ટ્રિંગની ફરિયાદ જણાવવામાં આવી રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચ દરમિયાન દીપક ચહર પહેલી જ ઓવરમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું.


આ પણ વાંચો
આજે ખરી કસોટીનો દિવસ : 9.53 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કનું પેપર આપશે
છાપરા ઉડી જાય એવી આગાહી! સાચવજો, આ વિસ્તારોમાં બે દિવસમાં આવી શકે છે વાવાઝોડું
09 એપ્રિલ 2023 રાશિફળઃ કોને નડશે અને કોને ફળશે ગ્રહોની ચાલ? કેવો રહેશે આજનો દિવસ?


સતત ઈજાના કારણે મેદાનની બહાર
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ 30 વર્ષીય ફાસ્ટ બોલરને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું અને પછી જાંઘમાં થર્ડ ગ્રેડની ઈજા થઈ હતી. ગયા વર્ષે ડિસેમ્બર બાદ ચહરની આ માત્ર ત્રીજી મેચ હતી. પરંતુ આ મેચમાં પણ ચહર હેમસ્ટ્રિંગના કારણે તે માત્ર એક જ ઓવર નાંખી શક્યો હતો. પ્રથમ ઓવરનો 5મો બોલ ફેંક્યા બાદ તેણે ડાબા પગમાં હેમસ્ટ્રિંગની ફરિયાદ કરી હતી, જેના પછી તેને બહાર જવું પડ્યું હતું. પરંતુ ફિઝિયો દ્વારા પટ્ટી બાંધ્યા બાદ તેણે છેલ્લો બોલ ફેંક્યો અને મેદાનની બહાર ચાલ્યો ગયો. આવી સ્થિતિમાં તેના માટે આગામી મેચોમાં રમવું મુશ્કેલ છે.


ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડનો ખર્ચ કર્યો હતો
દીપક ચહરને 2022 IPLની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી 2022માં તેને પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તે 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો અને આઈપીએલ 2022નો ભાગ બન્યો નહોતો. તે જ સમયે, તેને IPL 2023 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો હતો. પરંતુ તેણે ઈજાના કારણે ફરી એકવાર ટીમનું ટેન્શન વધાર્યું છે.


આ પણ વાંચો
ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube