દુબઈઃ દિલ્હી કેપિટલ્સ (DC)એ બેટ્સમેનોના દમદાર પ્રદર્શન બાદ રબાડાની ઘાતક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 19મી મેચમાં 59 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ચોથો વિજય મેળવ્યો છે. આ વિજય સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ પાંચ મેચમાં ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 137 રન બનાવી શકી હતી. બેંગલોરના આ પાંચમી મેચમાં બીજો પરાજય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલોરના બંન્ને ઓપનરો ફેલ
દિલ્હીએ આપેલા 197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને 20 રનના સ્કોર પર ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ અડધી સદી ફટકારનાર યુવા બેટ્સમેન દેવદત્ત પડીક્કલ (4) રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ફિન્ચ પણ 13 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો હતો. 


એબી ડિવિલિયર્સ માત્ર 6 રન બનાવી એનરિક નોર્ત્જેની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. આમ આરસીબીએ 43 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ રમી રહેલ મોઇન અલીએ 11 રન બનાવ્યા હતા. તેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ જરૂર થોડા સમય સંઘર્ષ કર્યો હતો. કોહલી (43)ને દિલ્હીના સ્ટાર બોલર રબાડાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કોહલીએ 39 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 


વોશિંગટન સુંદર 11 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 17 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો.  શિવમ દુબે (11)ને રબાડાએ બોલ્ડ કર્યો હતો. ઉસુરૂ ઉડાના પણ 1 રન બનાવી આઉટ થયો હતો. 


કગિસો રબાડાની ચાર વિકેટ
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ દિલ્હી માટે દમદાર પ્રદર્શન કર્યું છે. આજે આરસીબી સામે મેચમાં રબાડાએ 4 ઓવરમાં 24 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય અક્ષર પટેલ  તથા એનરિચ નોર્ત્જેને બે-બે તથા રવિચંદ્રનને એક સફળતા મળી હતી.


શિખર-પૃથ્વીનો દમદાર શો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને બંન્ને ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ દમદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 63 રન જોડ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો સાતમી ઓવરમાં લાગ્યો હતો. પૃથ્વી શો (42) રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. શોએ 23 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ટીમનો સ્કોર 82 રન હતો ત્યારે શિખર ધવન (32)ને ઉસુરુ ઉડાનાએ આઉટ કર્યો હતો. ધવને 28 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. 


સ્ટોયનિસની ટૂર્નામેન્ટમાં બીજી અડધી સદી
દિલ્હી કેપિટલ્સને 90 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર (11) રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રિષભ પંત અને સ્ટોયનિસે 89 રનની ભાગીદારી કરીને દિલ્હીનો સ્કોર 175ને પાર પહોંચાડી દીધો હતો. સ્ટોયનિસે ટૂર્નામેન્ટની બીજી અડધી સદી ફટકારતા 26 બોલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે અણનમ 53 રન ફટકાર્યા હતા. 


રિષભ પંત 25 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 37 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. શિમરોન હેટમાયર 7 બોલમાં 11 રન બનાવી અણનમ રહ્યો હતો. બેંગલોર તરફથી સિરાજે બે તથા ઉડાના અને મોઇન અલીએ એક-એક વિકેટ ઝડપી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર