કોપનહેગનઃ સાઇના નેહવાલે ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતનો પડકાર જાળવી રાખ્યો છે. તેણે શનિવારે ઈન્ડોનેશિયાની ગ્રિગોરિયા મરિસ્કા તુનજુંગને 21-11, 21-12થી હરાવીને મહિલા સિંગલ્સના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પહેલા પુરૂષ સિંગલ્સના સેમીફાઇનલમાં કિદાંબી શ્રીકાંતને હારનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઇના નેહવાલે સતત બે દિવસમાં જાપાનની બે સ્ટાર ખેલાડીઓ નોજોમી આકુહારા અને અકાને યામાગુચીને હરાવી હતી. તેના આ શાનદાર ફોર્મને જોતા સેમીફાઇનલમાં ગ્રિગોરિયા મરિસ્કા તુનજુંગની વિરુદ્ધ તેને જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી. 


માત્ર 30 મિનિટમાં જીતી લીધી મેચ
સાઇના નેહવાલે વર્લ્ડ નંબર-19 ગ્રિગોરિયા મરિસ્કા તુનજુંગ વિરુદ્ધ શરૂઆતથી શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પ્રથમ ગેમમાં 4-1ની લીડ બનાવી અને પછી આ લીડને વધુ મજબૂત કરી હતી. એક સમયે 15-7થી આગળ ચાલી રહેલા સાઇનાએ આ ગેમ 21-11થી જીતી લીધી હતી. બીજી ગેમમાં સાઇનાનો દબદબો યથાવત રહ્યો અને તેણે 15-9, 18-11ની લીડ બાદ 21-12થી ગેમ પોતાના નામે કરી લીધી હતી. 



કેંટો મોમોતા સામે સેમીમાં હાર ડેનમાર્ક ઓપનમાં કિદાંબી શ્રીકાંતની સફર સમાપ્ત

બીજીવખત ચેમ્પિયન બનવાની તક
સાઇના નેહવાલની પાસે ડેનમાર્ક ઓપનમાં બીજીવાર ચેમ્પિયન બનાવાની તક છે. તે આ પહેલા 2012માં આ ટૂર્નામેન્ટ જીતી ચુકી છે. ત્યારે તેણે ફાઇનલમાં જર્મનીની જૂલિયન શેંકને હરાવી હતી. સાઇના નેહવાલે 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે એશિયન ગેમ્સમાં પણ મેડલ જીત્યો હતો. સાઇનાના પ્રદર્શનને જોતા તેના ફેન્સને મેડલની આશા રહેશે. 


હવે વર્લ્ડ નંબર-1 સાથે ટક્કર
સાઇના નેહવાલની ફાઇનલમાં તાઇવાનની તાઈ જૂ યિંગ સામે ટક્કર થશે. વર્લ્ડ નંબર-1 તાઇ જૂ યિંગે મહિલા સિંગલ્સના સેમીફાઇનલમાં સાતમાં ક્રમાંકિત ચીનની બિંગજિયાઓને 21-14, 21-12થી હરાવી હતી. તેને આ મેચ જીતવામાં માત્ર 30 મિનિટનો સમય લાગ્યો હતો. તાઈ જૂ યિંગ અને સાઇના વચ્ચે અત્યાર સુધી 16 મેચ રમાઇ છે. સાઇના નેહવાલનો પાંચમાં વિજય થયો છે.