નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં યોજાનાર ટી20 વિશ્વકપ માટે દિનેશ કાર્તિકને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ટીમમાંથી બહાર થયા બાદ બીજીવાર એન્ટ્રીની સફર ડીકે માટે કોઈ સપનાથી ઓછી નથી. અનુભવી વિકેટકીપર કાર્તિક હવે ઓસ્ટ્રેલિયાની ઉડાન ભરવા તૈયાર છે. ભારતીય ટીમમાં ડીકેની પસંદગી એક લકી ચાર્મની જેમ હશે. ભારતે 2007 બાદ ક્યારેય ટી20 વિશ્વકપ જીત્યો નથી, આ સ્ક્વોડમાં જોવામાં આવે તો ઇશારો મળે છે કે ટીમ ઈન્ડિયા આ વખતે ચેમ્પિયન બનવાની દાવેદારી રજૂ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ વિશ્વકપની એકમાત્ર ચેમ્પિયન જોડી
2007માં પ્રથમવાર ટી20 વિશ્વકપનું આયોજન થયું હતું. કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે ભારત વિશ્વકપ જીતી શકશે. અંડર ડોગ મનાતી ભારતીય ટીમે તમામ ભવિષ્યવાણીને નકારતા ટ્રોફી ઉઠાવી હતી. દિનેશ કાર્તિક અને રોહિત શર્મા તે ચેમ્પિયન ટીમમાં હતા. ત્યારબાદ બે વિશ્વકપમાં દિનેશ કાર્તિક રમ્યો, પરંતુ તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે વર્તમાન ટીમમાં આ એકમાત્ર જોડી છે જે પહેલા અને હવે આ વિશ્વકપમાં સાથે રમશે. આ એક શુભ સંકેત માનવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ T20 World Cup 2022: ભારત માટે ટી20 વિશ્વકપમાં મેચ વિનર સાબિત થશે 5 ખેલાડી, ડરશે વિરોધી ટીમ


બુમરાહ-પટેલની વાપસી
ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. ભારત પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે. મોહમ્મદ શમીને સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યો છે. વિશ્વકપ માટે રિઝર્વ ખેલાડીઓમાં શમી સિવાય શ્રેયસ અય્યર, બિશ્નોઈ અને ફાસ્ટ બોલર દીપક ચાહર પણ સામેલ છે. ભારત માટે આ ટાસ્ટ સરળ હશે નહીં, કારણ કે 5 ખેલાડી તો પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટી20 આંતરરાષ્ટ્રીય રમશે. 


ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ. રિઝર્વ ખેલાડીઓ- મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube