ડિવિલિયર્સને કહ્યું હતું, વાપસી માટે ઘણું મોડું થઈ ગયું છેઃ ડુ પ્લેસિસ
ફાફ ડુ પ્લેસિસે જણાવ્યું કે આઈપીએલ દરમિયાન એબી ડિવિલિયર્સે વાપસીની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ડુ પ્લેસિસે તેને કહ્યું હતું કે, હવે મોડું થઈ ગયું છે.
સાઉથેમ્પ્ટનઃ સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે એબી ડિવિલિયર્સે નિવૃતીમાંથી પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરવાને લઈને ઉભા થયેલા વિવાદ પર મૌન તોડ્યું છે. ફાફે જણાવ્યું કે, તેણે આ આક્રમક બેટ્સમેનને કહ્યું હતું કે, તેની રજૂઆત પર વિચાર કરવામાં હવે ઘણું મોડુ થઈ ગયું છે. સાઉથ આફ્રિકાની ભારત સામે થયેલી હાર બાદ તે સમાચાર સામે આવ્યા હતા કે ડિવિલિયર્સ સંન્યાસમાંથી વાપસી કરીને વિશ્વકપમાં રમવા ઇચ્છતો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકી ટીમ મેનેજમેન્ટે ટીમ પસંદગી પહેલા કરવામાં આવેલી રજૂઆત ઠુકરાવી દીધી હતી.
ડુ પ્લેસિસે આ પહેલા તેના પર કોઈ ટિપ્પણી ન કરી પરંતુ સોમવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ વરસાદને કારણે રદ્દ થયાં બાદ આ મામલે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું જ્યારે તે બંન્ને આઈપીએલમાં ભારતમાં રમી રહ્યાં હતા ત્યારે ડિવિલિયર્સે ફોન કરીને તેને આ આગ્રહ કર્યો હતો. ડુ પ્લેસિસ ચેન્નઈ સુપરકિંગ્સ અને ડિવિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુર તરફથી આઈપીએલમાં રમી રહ્યાં હતા.
ડુ પ્લેસિસે કહ્યું 'તે (ડિવિલિયર્સ) મારી પાસે ન આવ્યો. અમે માત્ર ફોન પર વાતચીત કરી. ટીમ પસંદગી પહેલાની રાત્રે તેણે મને ફોન કર્યો. તેણે માત્ર તે કહ્યું કે, મને આમ લાગે છે. મેં તેને કહ્યું, મને લાગે છે કે ઘણું મોડું થઈ ગયું છે પરંતુ હું આગામી સવારે કોચ અને પસંદગીકારને તેનું મંતવ્ય જાણવા માટે વાત કરીશ કારણ કે ટીમ લગભગ નક્કી છે.'
વિશ્વકપ 2019: ધવન બાદ ઓપનર નહીં, નંબર-4ની શોધ, રેસમાં છે આ બેટ્સમેન
તેણે કહ્યું, 'તે દિવસે ટીમની જાહેરાત થવાની હતી. જ્યરે મેં કોચ અને પસંદગીકારો સાથે વાત કરી તો તે તેના પર સહમત હતા કે હવે મોડું થઈ ગયું છે અને ટીમમાં ફેરફાર કરવો સંભવ નથી.'