તાકાત માટે આ દવા પીતો હતો એથલીટ, ગળીને પડી ગયું હતું જડબુ, કાળજું કંપી ઉઠે એવી થઇ હતી સ્થિતિ
અમેરિકાના એબેનેજર મૈકબર્ની બયેર્સ દુનિયાના સારા એથલીટોમાં સામેલ રહ્યા હતા, પરંતુ એક ભૂલ ના ફક્ત તેમના કેરિયરને લઇ ડૂબી, પરંતુ તેમના મોતનું કારણ પણ સાબિત થઇ. એબેનેજર એક સારા સ્પોર્ટ્સમેન હતા, પરંતુ એક દવાના કારણે તેમનું જડબું ગળીને પડી ગયું.
નવી દિલ્હી: અમેરિકાના એબેનેજર મૈકબર્ની બયેર્સ દુનિયાના સારા એથલીટોમાં સામેલ રહ્યા હતા, પરંતુ એક ભૂલ ના ફક્ત તેમના કેરિયરને લઇ ડૂબી, પરંતુ તેમના મોતનું કારણ પણ સાબિત થઇ. એબેનેજર એક સારા સ્પોર્ટ્સમેન હતા, પરંતુ એક દવાના કારણે તેમનું જડબું ગળીને પડી ગયું.
આ દવાના લીધે એબેનેજરનું જડબું ગળી પડી ગયું
1927 માં એબેનેજર ઇજા સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારબાદ ડોક્ટર્સે તેમને રેડિટૌર (Radithor) પ્રિસ્ક્રાઇબ કરી હતી. આ દવાના લીધે તે પોતાને એનર્જેટિક અનુભવતા હતા. જલદી જ એબેનેજરને આ દવાની લત લાગી ગઇ હતી અને તે જરૂરથી વધુ તેનું સેવન કરવા લાગ્યા. આ દવાના વધુ સેવનના લીધે એબેનેજરનું જડબું ગળીને નીચે પડી ગયું.
Coronavirus: કોનું વેક્સીન સર્ટિફિકેટ અસલી કોનું નકલી, આ રીતે સરળતાથી કરો ચેક
જડબું પડી ગયા બાદ દુખાવાનો અનુભવ થયો નહી
એબેનેજરનું જડબું પડી ગયા બાદ તેમને બિલકુલ પણ દુખાવાનો અનુભવ થયો નહી કારણ કે રેડિટૌર પીતા હોવાથી તેમની નસો સુન્ન પડી ગઇ હતી. ડોક્ટર્સે પણ ખૂબ પ્રયત્નો કર્યા બાદ તેમના જડબાને તોડી શકયા નહી. 1032 માં 51 વર્ષની ઉંમરમાં એબેનેજરનું મોત થઇ ગયું. મોત થયા બાદ તેમની બોડીનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં ખૂબ રેડિયોએક્ટિવ કણ મળી આવ્યા.
ડોક્ટરોએ એબેનેજરને રેડિટૌર પ્રિસ્કાઇબ કરી હતી
દુર્ભાગ્યની વાત એ રહી કે જે ડોક્ટરે એબેનેજરને રેડિટૌર ( Radithor) પીવાનું પ્રિસ્ક્રાઇબ કર્યું હતું, તે હકિકતમાં ડોક્ટર ન હતા. ડુપ્લીકેટ ડિગ્રીની મદદથી તે ડોક્ટર બનીને તેમને મૂર્ખ બનાવતા રહ્યા. આ ડુપ્લીકેટ ડોક્ટરના લીધે ઘણા લોકોને જીવનું જોખમ ઉઠાવવું પડ્યું. દવાની 1400 શીશી પીધા બાદ એબેનેજરનું મોત થઇ ગયું. મેડિક્સનું માનવું હતું કે રેડિટૌરના ઉપયોગથી એબેનેજરની ઇજાને જલદી ભરી શકાતી હતી. એટલા માટે તેમને દરરોજ એક નાની ચમચી રેડિટૌર પીવાની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત સતત સેવનથી એબેનજર ખૂબ અનુભવતા હતા. આ દવાની લત કારણે તેનું જડબું ગળી ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube