નવી દિલ્હી: એક તરફ આખો દેશ હિમા દાસને એથલેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી રહ્યો છે. તો બીજી તરફ એથલેટિક્સમાં જ વધુ એક ખેલાડીએ દેશનું નામ રોશન કર્યું છે. ટ્યૂનીશિયામાં ચાલી રહેલા વર્લ્ડ પેરા એથલેટિક્સ ગ્રાંડ પ્રિક્સ ટૂર્નામેંટમાં એક ગોલ્ડ અને એક કાંસ્ય પદક પ્રાપ્ત કરી કમાલ કર્યો છે. એકતાએ મહિલાઓના ક્લબ થ્રો એફ 51માં ગોલ્ડ મેડલ અને ડિસ્કસ થ્રોમાં કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિસારની રહેનારી એકતા 2003માં એક દુર્ઘટનામાં સ્પાઇનલ કોર્ડમાં ઇજા પહોંચવાને કારણે તેમના શરીરના નીચેના ભાગમાં પેરાલિસિસ થઇ ગયો હતો. તેના લીધે તે ત્યારથી એકતા વ્હીલચેર પર છે. જોકે એકતા માટે આ ઇજામાંથી બહાર નિકળવું આસાન ન હતું. દિલ્હીમાં લાંબા સમય સુધી સારવાર અને પિતાના સતત સમર્થનથી એક હદે પોતાની ઇજામાંથી બહાર નિકળવામાં સફળ રહી. 


વર્ષ 2014માં ક્લબ થ્રોમાં નંબર બે પર રહી ચૂકેલી અને અર્જુન એવોર્ડથી સન્માનિત અમિત સરોહના પ્રોત્સાહનથી એકતાએ રમતો તરફ વળી. અમિતે એકતાને ક્લબ થ્રો અને ડિસ્ક્સ થ્રો બંનેમાં ટ્રેનિંગ લીધી. 2016માં પંચકુલા હરિયાણામાં યોજાયેલી રાષ્ટ્રીય પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાના પ્રભાવી પ્રદર્શનના દમ પર ક્લબ થ્રો અને ડિસ્ક્સ થ્રોમાં ગોલ્ડ અને કાંસ્ય પદક જીત્યો અને તે વર્ષે બર્લિનમાં યોજાનારી પેરા એથલેટિક્સ ગ્રાંડ પ્રિક્સમાં ભાગ લેવાની તક મળી.
 



ત્યારબાદ એકતાએ આંતરરાષ્ટ્રીય પેરા ઓલંપિક કમિટી (આપીસી) તરફથી લંડનમાં અયોજિત પેરા એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એકલા જ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એકતાની સફળતા વિશે તેમના ભાઇ સંચિત મલિકે ટ્વિટર પર જાણકારી આપી. જાણિતા બોલીવુડ કલાકાર બોમન ઇરાની ટ્વિટ કરીને પહેલાં હિમા દાસને શુભેચ્છા પાઠવી ત્યારબાદ તેમણે એકતાને શુભેચ્છા પાઠવી છે. 


 



એકતાએ 9 મહિનાની કઠિન સારવાર દરમિયાન તે લોકો પાસેથી પ્રેરણા લીધી જે વ્હીલ ચેર પર રહીને પોતાના જીવનમાં એક ઉદાહરણ બનીને આવ્યા. આજે એકતા પોતે એક ઉદાહરણ બની ચૂકી છે. એકતાનું કહેવું છે કે જીંદગ આપણા હાથમાં ભલે ન હોય પરંતુ જીંદગી કેવી રીતે જીવવી તે જરૂર આપણા હાથમાં હોય છે.