ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં `600 ક્લબ`માં થયા સામેલ
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે ઇગ્લેંડના એવા પહેલાં બોલર બની ગયા છે, જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે.
નવી દિલ્હી: ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો ઇતિહાસ રચી દીધો છે. તે ઇગ્લેંડના એવા પહેલાં બોલર બની ગયા છે, જેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયો છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં નોંધાયો છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસન પહેલાં 3 એવા બોલર્સ રહ્યા છે, જેમણે ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં 600થી વધુ વિકેટ લેવાનો જાદૂ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇંગ્લેંડ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસને પાકિસ્તાનની પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં અત્યાર સુધી 2 વિકેટ લીધી, જેના લીધે એન્ડરસન 600 વિકેટ લઇને ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ બોલરોની યાદીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube