નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (Jofra archar) ને મંગળવારે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા હળવી ટ્રેનિંગ કરવાની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે પાછલા મહિને તેના ડાબા હાથની સર્જરી થઈ હતી. આશા કરવામાં આવી રહી છે કે તે જલદી સંપૂર્ણ રીતે બોલિંગ કરી શકશે. આર્ચરની 29 માર્ચે હાથની એક આંગળીમાંથી કાચના ટૂકડાને હટાવવા માટે સર્જરી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકબઝ અનુસાર, આર્ચરના રમવા પર હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આર્ચરને ભારતના પ્રવાસ પહેલા હાથમાં ઈજા થઈ હતી. પરંતુ તે ભારત સામેની સિરીઝમાં સામેલ થયો હતો. 


ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે નિવેદન જારી કરી કહ્યુ, આર્ચર આ સપ્તાહથી હળવી ટ્રેનિંગ શરૂ કરશે. આ દરમિયાન તે સસેક્સ અને ઈંગ્લેન્ડ પુરુષની મેડિકલ ટીમની સાથે કામ કરશે. આશા છે કે તે આગામી સપ્તાહથી બોલિંગમાં પોતાની તીવ્રતા હાસિલ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રવાસ દરમિયાન ઈજાથી પરેશાન હતો અને ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં આર્ચર બહાર રહ્યો હતો. 


આ પણ વાંચોઃ Rishabh Pant અને R Ashwin બાદ ભારતનો આ ખેલાડી બન્યો 'પ્લેયર ઓફ ધ મંથ'


તો શું રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર છે?
આ સમયે રાજસ્થાન રોયલ્સની ટીમ આશા કરી રહી છે કે જોફ્રા આર્ચર જલદી ફિટ થઈ જાય અને ટીમ સાથે જોડાઈ. તેના આવવાથી રાજસ્થાનની ટીમને મજબૂતી મળશે. રાજસ્થાનની ટીમે આઈપીએલની શરૂઆતી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાનને ચાર રને પરાજય આપ્યો હતો. 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube