નવી દિલ્હીઃ IPL 2023 Retention: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. અહીં રમીને ઘણા ખેલાડીઓ પોતાનું કરિયર બનાવે છે. આઈપીએલમાં રમીને ક્રિકેટરને પૈસા અને ઓળખ મળે છે. આઈપીએલ 2023 માટે મિની ઓક્શનનું આયોજન ડિસેમ્બરમાં થવાનું છે, પરંતુ હવે ક્રિકેટ ફેન્સને નિરાશ કરતા સમાચાર આવી રહ્યાં છે. એક સ્ટાર ખેલાડીએ આઈપીએલની આગામી સીઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીએ લીધો મોટો નિર્ણય
ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટર સેમ બિલિંગ્સે લાંબા ફોર્મેટના ક્રિકેટ પર ધ્યાન આપવા માટે આગામી વર્ષે રમાનાર આઈપીએલમાંથી હટવાનો નિર્ણય લીધો છે. બિલિંગ્સને આ વર્ષે આઈપીએલમાં કોલકત્તા માટે 8 મેચ રમી હતી, જેમાં તેણે 169 રન બનાવ્યા હતા. તેણે 2016માં આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું. તે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પણ રમી ચુક્યો છે. 


આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રનો આ ખેલાડી બન્યો ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી મારનાર ઈન્ડિયન, બોલરોના ભુક્કા...


સેમ બિલિંગ્સે આપ્યું નિવેદન
સેમ બિલિંગ્સે ટ્વીટ કર્યું- મેં એક આકરો નિર્ણય લીધો છે. હું આગામી આઈપીએલમાં રમીશ નહીં. હું ઈંગ્લેન્ડમાં ગરમીઓના સત્રમાં કેન્ટ માટે લાંબા ફોર્મેટની રમતમાં ધ્યાન આપવા ઈચ્છુ છું. તેણે કહ્યું- મને તક આપવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સનો આભાર. મેં તેની સાથે પસાર કરેલી દરેક ક્ષણનો આનંદ લીધો. આશા છે કે ભવિષ્યમાં ફરી તમારા માટે રમીશ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube