સૌરાષ્ટ્રનો આ ખેલાડી બન્યો ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી મારનાર ઈન્ડિયન, બોલરોના બોલાવ્યાં ભુક્કા

સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસે કંઈક એ પ્રકારે બેટિંગ કરી કે જોનારાઓ પણ મોઢામાં આંગળા નાંખી ગયાં. સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસે લિસ્ટ-Aમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી મારનાર ઇન્ડિયન બન્યો, શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો. ઉલ્લેખનીય છેકે, ભારતની સ્થાનિક વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી શરૂ થઈ ગઈ છે.

સૌરાષ્ટ્રનો આ ખેલાડી બન્યો ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી મારનાર ઈન્ડિયન, બોલરોના બોલાવ્યાં ભુક્કા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ક્રિકેટ એવી એવી રમત છે જેની શોધ ભલે અંગ્રેજોએ કરી હોય પણ આ રમત હાલ ભારતમાં એક ધર્મ બની ગઈ છે. કોઈપણ ધર્મ કે મજહબની વાત ભૂલીને સૌ કોઈ ક્રિકેટની રમતને પસંદ કરતા હોય છે. ટી20 વર્લ્ડ કપમાં ભલે ભારત સેમિફાઈનલમાં સારું પ્રદર્શન ન કરી શક્યું હોય પણ દેશમાં સારા ખેલાડીઓની કોઈ કમી નથી. એક બાદ એક યુવા પ્રતિભાઓ સતત ટીમમાં આવવા માટે થનગની રહી છે. એવી જ એક પ્રતિભા ગુજરાતના ખુણેથી ઉભરી રહી છે. અમે વાત કરી રહ્યાં છીએ સૌરાષ્ટ્રના સમર્થની...

સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસે કંઈક એ પ્રકારે બેટિંગ કરી કે જોનારાઓ પણ મોઢામાં આંગળા નાંખી ગયાં. સૌરાષ્ટ્રના સમર્થ વ્યાસે લિસ્ટ-Aમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી મારનાર ઇન્ડિયન બન્યો, શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો. ઉલ્લેખનીય છેકે, ભારતની સ્થાનિક વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી શરૂ થઈ ગઈ છે. રવિવારે સૌરાષ્ટ્રના યુવા બેટ્સમેન સમર્થ વ્યાસે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી છે. દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં મણિપુર સાથે સૌરાષ્ટ્રની ટક્કર થઈ હતી.

શિખર ધવનનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો:
130 બોલમાં- સમર્થ વ્યાસ v મણિપુર, 2022
132 બોલમાં- શિખર ધવન v સાઉથ આફ્રિકા-A, 2013
132 બોલમાં- કરણવીર કૌશલ v સિક્કિમ, 2018
140 બોલમાં- વિરેન્દ્ર સહેવાગ v વેસ્ટ ઇન્ડિઝ, 2011

 

સૌરાષ્ટ્ર માટે ઓપનિંગ બેટિંગ કરવા આવેલા સમર્થ વ્યાસે શરૂઆતથી જ બોલરો પર આક્રમણ કર્યું હતું. તેણે 130 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તેની ઇનિંગમાં 20 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. પોતાની ટીમની ઇનિંગ્સની 45મી ઓવરમાં સમર્થ 200 રન બનાવીને આઉટ થયો હતો. સમર્થ, જેણે 2015માં લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું, તે મિડલ ઓર્ડર બેટ્સમેન હતો. પરંતુ ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેને ટોપના ક્રમે મોકલવાનો નિર્ણય કર્યો. તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેણે સફળતા મેળવતા 177ની સ્ટ્રાઈક રેટથી 314 રન બનાવ્યા હતા.

આ મેચમાં સૌરાષ્ટ્રે મણિપુરને 282 રનથી હરાવ્યું હતું. વ્યાસ સિવાય, હાર્વિક દેસાઈએ 107 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં સૌરાષ્ટ્રને ચાર વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી. ધર્મેન્દ્રસિંહ જાડેજાની શાનદાર બોલિંગ સામે મણિપુરની ટીમ 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 10 રનમાં 7 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 6 મેડન ઓવર પણ નાખી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news