નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર નેટ સિવર અને કૈથરીન બ્રંટ આખરે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ રવિવારે લગ્ન કરી લીધા છે. આ બંને ખેલાડી 2017માં ઈંગ્લેન્ડ મહિલા વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ બતી. 2017-2018માં આ કપલે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી, અને બંને 2020માં લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે બંનેના મેરેજ થઈ શક્યા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવર અને બ્રંટ ક્રિકેટની દુનિયામાં લગ્ન કરનાર પ્રથમ કપલ (સમાન-લિંગ) નથી, આ પહેલા ન્યૂઝીલેન્ડની એમી સૈટરથવેટ અને લી તાહુહૂની સાથે-સાથે આફ્રિકાની મારિઝેન કપ અને ડેન વૈન નીકેર પણ લગ્ન કરી ચુક્યા છે. સિવર અને બ્રંટ ઈંગ્લેન્ડ મહિલા ટીમની મહત્વની સભ્ય છે. 


આ પણ વાંચોઃ ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક એવું તે શું બોલ્યો, કોચ નહેરા બોલ્યા-આ તો ખોટું બોલે છે


આ કપલે ઓક્ટોબર 2019માં સગાઈ કરી હતી અને લગ્ન માટે સપ્ટેમ્બર 2020 નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે બંનેએ મેરેજ સ્થગિત કર્યા હતા. બ્રંટ અને સિવરે 2018માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને હવે ચાર વર્ષ બાદ લગ્ન કરી બંને ખુશ જોવા મળી રહ્યાં છે. 


બ્રંટ અને સિવર આઈસીસી મહિલા વિશ્વકપ 2022માં પણ ઈંગ્લેન્ડની ટીમમાં હતા. સિવરે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી બે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની નજર હવે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ પર હશે જે આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube