GT vs RR IPL 2022 Final: ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક એવું તે શું બોલ્યો, કોચ નહેરા બોલ્યા-આ ખોટું બોલે છે

GT vs RR IPL 2022 Final: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની પહેલી જ આઈપીએલ સીઝનમાં ધમાલ મચાવી દીધી અને ખિતાબ પોતાના નામે કરી લીધો. ટીમની આ ઉપલબ્ધિમાં કોચ આશિષ નહેરા અને કેપ્ટન હાર્દિક પંડ્યાનું યોગદાન કમાલનું રહ્યું. જીત બાદ  બંને મસ્તીના મૂડમાં જોવા મળ્યા.

GT vs RR IPL 2022 Final: ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક એવું તે શું બોલ્યો, કોચ નહેરા બોલ્યા-આ ખોટું બોલે છે

GT vs RR IPL 2022 Final: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની પહેલી જ આઈપીએલ સીઝનમાં ધમાલ મચાવી દીધી અને ખિતાબ પોતાના નામે કરી લીધો. ટીમની આ ઉપલબ્ધિમાં કોચ આશિષ નહેરા અને કેપ્ટન હાર્દિક પંડ્યાનું યોગદાન કમાલનું રહ્યું. જીત બાદ  બંને મસ્તીના મૂડમાં જોવા મળ્યા. આઈપીએલ 2022ની ફાઈનલ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે  હરાવી દીધું. રાજસ્થાન 2008 બાદ પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યું હતું. 

અધધધ જનમેદનીએ ખેલાડીઓને ઉત્સાહ પણ વધાર્યો હતો. મેચ જીત્યા બાદ નહેરા અને પંડ્યા મેદાન પર બનાવવામાં આવેલા સ્ટેજ પર બેઠા અને એકબીજાને સવાલ જવાબ કર્યા. આ દરમિયાન હાર્દિક પટેલે નહેરાના ખુબ વખાણ કર્યા તો મસ્તી મસ્તીમાં કોચે તેને કહી દીધુ કે આ તો ખોટું બોલે છે. 

એકબીજાનો ઈન્ટરવ્યુ કરી રહેલા નહેરાએ પહેલા પૂછ્યું કે કેવી ફિલિંગ છે પંડ્યા? તો હાર્દિકે જવાબ આપતા કહ્યું કે ખુબ સરસ, પહેલી જ સીઝનમાં છગ્ગો મારી દીધો. આનાથી વધુ ગર્વની વાત બીજી શું હોઈ શકે. લોકોએ કહ્યું બેટિંગ અને બોલિંગ કમ છે પરંતુ હવે ટ્રોફી છે તો બધુ ચાલે. આ બધા વચ્ચે નહેરાએ પણ મસ્તીના મૂડમાં પૂછ્યું કે કોણ છે તે લોકો. 

On the mic with the @gujarat_titans' title-winning Captain @hardikpandya7 & Head Coach Ashish Nehra. 👏 👏 - By @RajalArora

— IndianPremierLeague (@IPL) May 30, 2022

ત્યારબાદ હાર્દિકે પૂછ્યું કે તમને કેવું લાગે છે. તમે પહેલા ઈન્ડિયન કોચ છો  જે આઈપીએલ ટ્રોફી ઉઠાવશે. જેના પર નહેરાએ કહ્યું કે ને એ તો ખબર નથી પરંતુ આ અનાયસે જ થયું છે. પણ છતાં ફિલિંગ સારી છે. કારણ કે તમારી કેપ્ટનશીપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. આ એટલું સરળ નહતું. પછી હાર્દિકે કહ્યું કે બહુ ઓછા લોકોને ખબર છે કે આશિષ નહેરા પહેલા એવા વ્યક્તિ છે જે પ્રેક્ટિસ પર આવે છે તો બધાની બેટિંગ થયા બાદ સામાન્ય સવાલ હોય છે કે બધાની બેટિંગ થઈ ગઈ હવે ચલો જઈએ. પણ નહેરાનો સવાલ હોય છે કે કેટલી 20 મિનિટ બાકી છે? ચલો ફરીથી બેટિંગ કરો. 

હાર્દિકે વધુમાં કહ્યું કે અમારા શાનદાર પ્રદર્શનનું સંપૂર્ણ ક્રેડિટ નહેરાને જાય છે. કારણ કે તેમણે દરેક વ્યક્તિને હ્રદયપૂર્વક મહેનત કરાવી છે. મેદાન પર આવતા જ દરેક બોલે છે કે હું તો મિડલ જ કરીશ. હું તો ટપ્પા પર જ બોલ નાખીશ. બસ હાર્દિકની આ વાત સાંભળીને નહેરા કહે છે કે 'એવી કોઈ વાત નથી. તે ખોટું બોલે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news