MCCના 233 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે ઈંગ્લેન્ડના કોનોર
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ક્લેયર કોરોના ક્રિકેટના નિયમોની સહાયક મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના 233 વર્ષના ઇતિહાસમાં આ સંસ્થાના પ્રથમ મહિલા બનવા જઈ રહ્યાં છે.
લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ક્લેયર કોનોર ક્રિકેટના નિયમોની સહાયક મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના 233 વર્ષના ઇતિહાસમાં આ સંસ્થાના પ્રથમ મહિલા બનવા જઈ રહ્યાં છે. કોનોરને હાલના પ્રમુખ કુમાર સાંગાકારાના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા છે.
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સાંગાકારા આગામી વર્ષે પદમુક્ત થશે. ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડમાં વર્તમાન સમયમાં મહિલા ક્રિકેટની મેનેજમેન્ટ ડાયરેક્ટર કોનોરની નોંધણી બુધવારે એમસીસીની વાર્ષિક સામાન્ય સભામાં ખુદ સાંગાકારાએ કર્યું હતું.
43 વર્ષીય કોનોર આગામી વર્ષે એક ઓક્ટોબરે પોતાનું પદ સંભાળશે. પરંતુ હજુ તેમને ક્લબના સભ્યોની મંજૂરી મળવાની બાકી છે. કોવિડ 19ને કારણે ક્રિકેટની ગતિવિધિઓ પર પડેલા પ્રભાવને જોતા સાંગાકારાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો હતો.
માઇકલ હોલ્ડિંગે ઉડાવી પાકિસ્તાનની મજાક? કહ્યું- ટીમ પોતાના દેશથી વધુ ઈંગ્લેન્ડમાં સુરક્ષિત
કોનોરને 2009માં એમસીસીના આજીવન સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, હું એમસીસીની આગામી અધ્યક્ષ તરીકે નામાંકિત થવાથી ખુબ સન્માનિત અનુભવી રહી છું. ક્રિકેટે મને ઘણું આપ્યું છે અને હવે મારા હાથમાં આ ખુબ મોટુ સન્માન સોંપ્યું છે.
કોનોરે 1995માં 19 વર્ષની ઉંમરમાં ઈંગ્લેન્ડ તરફથી પર્દાપણ કર્યું હતું અને 2000માં તેમને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ઓલરાઉન્ડર કોનોરની આગેવાનીમાં ઈંગ્લેન્ડ મહિલા ટીમે 2005માં 42 વર્ષ બાદ એશિઝ સિરીઝ જીતી હતી. તેમની 2007માં ઈસીબીની મહિલા ક્રિકેટ ટીમના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube