માઇકલ હોલ્ડિંગે ઉડાવી પાકિસ્તાનની મજાક? કહ્યું- ટીમ પોતાના દેશથી વધુ ઈંગ્લેન્ડમાં સુરક્ષિત


અચાનક 10 ક્રિકેટરોને કોરોના થતા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે પાકિસ્તાન પર કટાક્ષ કર્યો છે. 

માઇકલ હોલ્ડિંગે ઉડાવી પાકિસ્તાનની મજાક? કહ્યું- ટીમ પોતાના દેશથી વધુ ઈંગ્લેન્ડમાં સુરક્ષિત

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગ (Michael Holding)નુ માનવુ છે કે કોવિડ-19ના મામલાને જોતા પાકિસ્તાન ટીમ (Pakistan Team) માટે ઘરથી વધુ સારૂ ઈંગ્લેન્ડ રહેશે. પાકિસ્તાનના અત્યાર સુધી 10 ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ  (PCB)એ ટીમના ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા 29 સભ્યોનો ટેસ્ટ કરાવ્યો હતો. ટીમે 28 જૂને રવાના થવાનું છે. 

અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ પણ કોરોનાથી સંક્રમિત થયો હતો પરંતુ બાદમાં તેણે દાવો કર્યો કે, તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હોલ્ડિંગે પોતાની યૂટ્યૂબ ચેનલ પ્રસારિત થતા ડેલી શો 'માઇકી-હોલ્ડિંગ નથિંગ બેક' કાર્યક્રમમાં કહ્યુ, એમ લાગે છે કે પાકિસ્તાનમાં આ સમયે કંઇક વધારે થઈ રહ્યું છે, તેની તુલનામાં ઈંગ્લેન્ડ વધુ સુરક્ષિત છે. ઈંગ્લેન્ડ આગામી ચાર જૂનથી પોતાના પ્રતિબંધોમાં છૂટ આપવા જઈ રહ્યું છે. 

તેમણે કહ્યુ, 'તે છ ફૂટના અંતરને ઓછુ કરશે અને તેને ત્રણ મીટરની નીચે લાવવામાં આવશે. ત્યાં વસ્તુ થોડી સરળ થઈ રહી છે.' હોલ્ડિંગે કહ્યુ, તે (પાકિસ્તાન ટીમ) પાકિસ્તાનમાં રહેવા કરતા સારૂ છે ઈંગ્લેન્ડમાં રહે, કારણ કે ત્યાં વધુ સ્થિતિ ખરાબ છે. એકવાર ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ તે બાયો સિક્યોર ક્ષેત્રમાં હશે. 

ICC બોર્ડની બેઠક કાલેઃ આગામી ચેરમેનની નામાંકન પ્રક્રિયા મુખ્ય એજન્ડા રહેશે  

પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યુ, એકવાર જ્યારે તે ઈંગ્લેન્ડ પહોંચી જશે તો તેને બે સપ્તાહ માટે ક્વોરેન્ટીનમાં રહેવું પડશે, જેમ હું આ સમયે રહુ છું. તે વાત નક્કી કરવા માટે કે તે સંક્રમિત નથી, તે બાયો સિક્યોર ક્ષેત્રમાં રહેશે. 

પાકિસ્તાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ અને એટલી મેચોની ટી20 સિરીઝ રમવાની છે. પોતાના ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને કહ્યુ કે, તે ઈંગ્લેન્ડનો પ્રવાસ યોગ્ય માર્ગ પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news