નવી દિલ્હી: આઇસીસી (ICC)ની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવનાર દુનિયાના એકમાત્ર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની  (MS Dhoni) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે આઇસીસીની વર્લ્ડ-ટી20 (2007 માં), ક્રિક્રેટ વર્લ્ડ કપ (2011 માં) અને આઇસીસી ચેમ્પિયન ટ્રોફી (2013 માં) ત્રણેય જીતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના હેલિકોપ્ટર શોટ અને મિસ્ટર કૂલ (Mr Cool)ની છબિ માટે દુનિયાભરમાં જાણિતા ધોનીના કેરિયર અને તેમની ક્રિકેટર લાઇફ વિશે ઘણી વાતો જાણિતી છે. પરંતુ તેમની અંગત જીદગી, તેમના સપનાઓ સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે, જે ખૂબ ઓછા લોકો જાણે છે. કમાલની વાત એ છે કે ક્રિકેટર તરીકે પોતાનું બેસ્ટ આપવાની સાથે-સાથે તેમણે પોતાના આ સપનાઓ અને હોબીને ખૂબ મહત્વ આપે છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત


- મહેન્દ્ર સિંહ ધોનીનું બાળપણથી જ આર્મીમાં જવાનું સપનું હતું. તેમનું આ સપનું પુરૂ પણ થયું પરંતુ અલગ અંદાજમાં. ખૂબ ઓછા લોકો જાણે છે કે કપિલ દેવ ઉપરાંત ફક્ત ધોની જ એવા કેપ્ટન છે, જેમને આર્મીમાંથી માનક રેન્કથી નવાજવામાં આવ્યા છે. તેમણે Indian Territorial Army એ લેફ્ટિનેન્ટ કર્નલની ઉપાધિ આપી છે. 


- ધોનીનો પહેલો પ્રેમ ફૂટબોલ છે અને તે બેડમિન્ટન પણ ખૂબ સારું રમે છે. મોટર રેસિંગના શોખી માટે તેમણે મોટર રેસિંગ ટીમ પણ ખરીદી છે, જેનું નામ તેના નિક નેમ 'માહી'ના નામ પર છે. 

ધોનીની સાથે-સાથે સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા


- ધોની પેટ લવર છે. તેમની પાસે જારા અને સૈમ નામના બે પેટ્સ છે. જારા Labrador બ્રીડની છે અને સૈમ અલ્સેશિયન છે. 


- ધોનીનું પોતાના દેશ અને પોતાના પેરેન્ટ્સ માટે પ્રેમ અને સમર્પણ જોરદાર છે. એકવાર તેમણે કહ્યું હતું કે મારી જિંદગીમાં મહત્વના મામલે સાક્ષી ત્રીજા નંબર પર છે, તે પહેલાં મારા માટે મારો દેશ અને મારા માતા-પિતા મહત્વપૂર્ણ છે. 


- દક્ષિણ એશિયામાં ફક્ત ધોની જ એકમાત્ર એવા વ્યક્તિ છે જેમની પાસે સુપર એક્સક્લૂસિવ બાઇક Confederate Hellcat X132 છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube