મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત
ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયા પર પોતાના ઇન્ટરનેશનલ કેરિયરમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. તેમણે ઇસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે 'તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ ભારા જે મને હંમેશા મળ્યો. 7:29 મિનિટ પર આ એમ સમજો કે હું નિવૃત થઇ ગયો છું.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયા પર પોતાના ઇન્ટરનેશનલ કેરિયરમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. તેમણે ઇસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે 'તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ ભારા જે મને હંમેશા મળ્યો. 7:29 મિનિટ પર આ એમ સમજો કે હું નિવૃત થઇ ગયો છું.
4 મિનિટ અને 7 સેકન્ડના વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોત-પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની ઘણી સારી તસવીરો શેર કરી છે. આ સાથે જ તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'કભી કભી'નું જાણિતું ગીત પણ લગાવ્યું છે, જેના બોલ છે, 'મેં પલ દો પલ કા શાયર હૂ, પલ દો પલ મેરી કહાની હૈ, પલ દો પલ મેરી હસ્તી હૈ, પલ દો પલ મેરી જવાની હૈ.' આ ગીતને સિંગર મુકેશે અવાજ આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીએ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ વર્લ્ડકપ 2019ની સેમીફાઇનલ મેચ બાદ એકપણ આંતરરાષ્ટ્રીય મુકાબલો રમ્યો નથી. ત્યારથે તેમના નિવૃતિના અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. ધોની હવે પોતાનું ફોકસ આઇપીએલ 2020 માટે લગાવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 3 વાખ ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને તેમના બાકી અન્ય ટીમ સાથી લીગની 13મી સિઝન પહેલાં એક નાનકડા ટ્રેનિંગ કેમ્પ માટે શુક્રવારે ચેન્નઇ પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે