મુંબઈઃ ક્રિકેટ વર્લ્ડ માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટ્રેટર ડીન જોન્સનું ગુરૂવારે કાર્ડિયક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. તેઓ આઈપીએલ કોમેન્ટ્રી માટે મુંબઈમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીન જોન્સને 80ના દાયકાના અંતમાં તો 90ના દાયકાની શરૂઆતમાં વિશ્વના બેસ્ડ વનડે બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવતા હતા. તેઓ સ્પિનર તથા ફાસ્ટ બોલર વિરુદ્ધ દમદાર બેટિંગ કરતા હતા. વિકેટો વચ્ચે રનિંગના મામલામાં પણ તેમને ગજબ માનવામાં આવતા હતા. વર્ષ 2019મા તેમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 


ડીન જોન્સે ઓસ્ટ્રેલિયા માટે 16 માર્ચ 1984ના પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. તેમણે ટીમ માટે પોતાના કરિયરમાં કુલ 52 ટેસ્ટ રમી જેમાં 46.55ની એવરેજથી 3631 રન બનાવ્યા. તેમાં 11 સદી સામેલ રહી અને તેમનો બેસ્ટ સ્કોર 216 રન હતો. વનડેની વાત કરીએ તો તેમણે 30 જાન્યુઆરી 1984ના પાકિસ્તાન વિરુદ્ધ એડિલેડમાં પર્દાપણ કર્યું હતું. 


તેમણે ઓસ્ટ્રેલિયા માટે કુલ 164 વનડે મેચ રમી જેમાં 44.61ની એવરેજથી રન  6068 રન બનાવ્યા હતા. જેમાં સાત સદી અને 46 અડધી સદીનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ક્લાસ મેચોની વાત કરીએ તો તેમણે 51.85ની એવરેજથી 19188 રન બનાવ્યા અને 55 સદી ફટકારી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર