1956ના ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ રઘબીર સિંહ ભોલાનું નિધન
ભારતના બે વખતના ઓલમ્પિક મેડલ વિજેતા પૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી રઘબીર સિંહ ભોલાનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે.
નવી દિલ્હીઃ ભારતના બે વખતના ઓલમ્પિક મેડલ વિજેતા પૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી રઘબીર સિંહ ભોલાનું 92 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમણે મેલબોર્ન 1956 અને 1960 રોમ ઓલમ્પિકમાં ક્રમશઃ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમના પરિવારે જણાવ્યું કે, સોમવારે ભોલાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની કમલા ભોલા, ત્રણ પુત્રીઓ અને ત્રણ ભાણેજ છે.
ભારતીય ઓલમ્પિક સંઘે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
વાંચો સ્પોર્ટસના અન્ય સમાચારો
રમતને અલવિદા કહ્યાં બાદ ભોલા આઈએચએફની પસંદગી સમિતિના સભ્ય રહ્યાં હતા. તેઓ એફઆઈએચના આંતરરાષ્ટીય અમ્પાયર, ભારતીય હોકી ટીમના મેનેજર, ટીવી કોમેન્ટ્રેટર અને ઓલમ્પિક રમતમાં સરકારી પર્યવેક્ષક પણ રહ્યાં હતા.
તેમણે 1954થી 1960 સુધી ભારતીય વાયુસેના અને સેનાની હોકી ટીમની આગેવાની કરી હતી. સેનાના વિભિન્ન વિભાગો વચ્ચે યોજાયેલી ચેમ્પિયનશિપમાં તેમની ટીમ ત્રણવાર વિજેતા રહી અને બે વખત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પણ જીતી હતી. 2000માં તેમનું અર્જુન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.