રાજકોટઃ ભારતીય ક્રિકેટને પોતાના એક પૂર્વ ક્રિકેટરને ગુમાવી દીધા છે. હકીકતમાં ભારતના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાસિંહજી જાડેજાનું મંગળવારે કોવિડ19 સંક્રમણથી નિધન થઈ ગયુ છે. તેઓ 69 વર્ષના હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (SCA) એ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ક્રિકેટર જાડેજાનું નિધન
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને નિવેદન જાહેર કરી કહ્યુ- સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘમાં દરેક સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન પર શોકમાં છે. તેમનું નિધન આજે કોરોના બીમારીને કારણે વલસાડમાં થયું છે. જામનગરના અંબાપ્રતાપસિંહજી જાડેજા ફાસ્ટ બોલર અને ડાબા હાથના બેટર હતા. તેમણે સૌરાષ્ટ્ર તરફથી 8 રણજી મેચ રમી હતી. તેઓ ગુજરાત પોલીસના નિવૃત્ત DSP હતા. જાડેજાએ આઠ રણજી મુકાબલામાં 11.11ની એવરેજથી 100 રન બનાવ્યા. તો બોલિંગમાં તેમણે 17ની એવરેજથી 10 વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા તેમણે આઠ રણજી મેચ રમી હતી. 


કોરોનાએ લીધો જીવ
ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ સચિવ નિરંજન શાહે શોક સંદેશમાં કહ્યુ- અંબપ્રતાપસિંહજી એક શાનદાર ખેલાડી હતી અને મારી તેમની સાથે ક્રિકેટ પર ઘણીવાર વાતચીત થઈ. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. પાછલા વર્ષે પણ કોરોનાને કારણે ક્રિકેટરોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં રાજસ્થાન તરફતી ઘરેલૂ ક્રિકેટ રમી ચુકેલા 36 વર્ષના લેગ સ્પિનર વિવેક યાદવ પણ સામેલ છે. 


વિવેકે જયપુરની હોસ્પિટલમાં 5 મે 2021ના જીવ ગુમાવ્યો હતો. વિકેટ 2010-2011 અને 2011-12 સીઝનમાં રણજી ટ્રોફી જીતનારી ટીમના સભ્ય હતા. તેમણે 2008થી 2013 વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 57 વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube