નવી દિલ્હી : ચીનમાંથી આવેલાં જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. રમત જગત અને ખેલાડીઓ પણ તેનાથી બચી શક્યા નથી. અત્યાર સુધી આ વાયરસથી અસરગ્રસ્ત થયેલા મોટાભાગના ફૂટબોલર છે પરંતુ હવે ક્રિકેટર આ વાયરસથી અસરગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન અને ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યૂસનમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 


હવે ક્રિકેટ જગતમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાકિસ્તાનના મૂળના ઓફ સ્પિનર ​​માજિદ હકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સ્કોટલેન્ડના પાકિસ્તાની મૂળના ક્રિકેટર માજિદ હકને કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube