WWE મહિલા રેસલરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- `હમેશાં અન્ડરવેર વિના જ ઉતરી છું રિંગમાં`
WWE ની પૂર્વ મહિલા રેસલર ચેલ્સી ગ્રીને (Chelsea Green) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચેલ્સીએ જણાવ્યું હતું કે કોમ્પિટિશન દરમિયાન રિંગમાં પ્રવેશ કરતી વખતે તેણે ક્યારેય અન્ડરવેર (Underwear) પહેરી ન હતી
નવી દિલ્હી: WWE ની પૂર્વ મહિલા રેસલર ચેલ્સી ગ્રીને (Chelsea Green) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચેલ્સીએ જણાવ્યું હતું કે કોમ્પિટિશન દરમિયાન રિંગમાં પ્રવેશ કરતી વખતે તેણે ક્યારેય અન્ડરવેર (Underwear) પહેરી ન હતી. આ મહિલા ખેલાડી 2018 થી 2020 સુધી WWE નો ભાગ રહી છે.
'અન્ડરવેર પહેરવી પસંદ નથી'
30 વર્ષીય ચેલ્સી ગ્રીને (Chelsea Green) જુલાઈ 2021 માં ઈમ્પેક્ટ રેસલિંગમાં (Impact Wrestling) પગ મૂક્યો હતો. તેણે 'ઇ રેસ્લિંગ ન્યુઝ' વેબસાઇટને કહ્યું કે તેણે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ક્યારેય અન્ડરવેર (Underwear) પહેરી નથી અને આજે પણ તે રોજિંદા જીવનમાં આવું જ કરે છે.
આ પણ વાંચો:- કોરોના વાયરસે ફરી વધાર્યું ટેન્શન, આ રાજ્યમાં દરરોજ આવી રહ્યા છે 30,000 નવા કેસ
'ભલે તમે કેસ દાખલ કરો તો પણ હું નહીં કરું'
ચેલ્સી ગ્રીને (Chelsea Green) કહ્યું, 'તમારે મારા વિશે એક વાત જાણવી જોઈએ કે હું અન્ડરવેર (Underwear) નથી પહેરતી. મને તેની પરવા નથી કે તે રેસલિંગ ગિયર, વર્કઆઉટ ગિયર, જિન્સ કે ડ્રેસ હોય, મને અન્ડરવેર પસંદ નથી, પછી ભલે તમે મારી સામે કેસ દાખલ કરો.
ખુલાસો! હક્કાની નેટવર્ક દ્વારા અફઘાનમાં ચાલી રહ્યુ છે પાકિસ્તાનનું શાસન
'નજીકના લોકોને આ વાતની જાણ'
ચેલ્સી ગ્રીને (Chelsea Green) કહ્યું, 'હું પવનને અનુભવવા માંગુ છું, હું હંમેશા આ રીતે રહી છું, મારા મિત્રો આ વાત જાણે છે, મારો પરિવાર આ જાણે છે, મંગેતર મેથ્યુ કારડોના (Matthew Cardona) જાણે છે અને લોકર રૂમ પણ આ જાણે છે.
તાલિબાનને હચમચાવી દીધા પીએમ મોદીના આ શબ્દોએ, તાલિબાને કહ્યું- ભારત જોશે અમારી ક્ષમતા
જ્યારે તૂટી ગયું હતું ચેલ્સીનું કાંડુ
ચેલ્સી ગ્રીને નવેમ્બર 2020 માં WWE સાથે 3 વર્ષના કરાર પર સાઈન કરી હતી, પરંતુ બધું તેના પ્લાન મુબજ થયું નહીં. ચેલ્સીએ એક મેચ દરમિયાન તેનું કાંડુ તોડી નાખ્યું હતું. જે બાદ તેને સાઇડલાઇન કરવામાં આવી હતી. એપ્રિલ 2020 માં ડબ્લ્યુડબ્લ્યુઇએ પુષ્ટિ કરી કે ચેલ્સીને કરારમાંથી મુક્ત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube