Taliban ને હચમચાવી દીધા PM Modi ના આ શબ્દોએ, તાલિબાને કહ્યું- 'ભારત ટૂંક સમયમાં જોશે અમારી ક્ષમતા'

'આતંકની સત્તા સ્થાયી નથી રહેતી', પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આ શબ્દોએ બંદૂકની અણીએ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરનાર તાલિબાનને (Taliban) હચમચાવી દીધા છે. આ શબ્દોને પડકાર તરીકે લેતા તાલિબાનોએ દાવો કર્યો છે કે તેઓ સફળ થશે

Taliban ને હચમચાવી દીધા PM Modi ના આ શબ્દોએ, તાલિબાને કહ્યું- 'ભારત ટૂંક સમયમાં જોશે અમારી ક્ષમતા'

કાબુલ: 'આતંકની સત્તા સ્થાયી નથી રહેતી', પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આ શબ્દોએ બંદૂકની અણીએ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરનાર તાલિબાનને (Taliban) હચમચાવી દીધા છે. આ શબ્દોને પડકાર તરીકે લેતા તાલિબાનોએ દાવો કર્યો છે કે તેઓ સફળ થશે. પીએમ મોદીના (PM Modi) નિવેદન પર પ્રતિક્રિયા આપતા આતંકવાદી સંગઠનના (Terrorist Organization) અગ્રણી નેતા શહાબુદ્દીન દિલાવારે કહ્યું કે ભારત (India) ટૂંક સમયમાં જોશે કે તાલિબાન દેશને યોગ્ય રીતે ચલાવી શકે છે. તમને જણાવી દઈએ કે સોમનાથ મંદિર (Somnath Temple) સાથે જોડાયેલા ઘણા વિકાસ કામોનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ તાલિબાનનો ઉલ્લેખ કર્યા વગર આ કહ્યું હતું.

India માટે પણ આ વાત કહી
Dawn માં છપાયેલા સમાચાર અનુસાર તાલિબાન નેતાએ (Taliban Leader) 'રેડિયો પાકિસ્તાન' ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતને ટૂંક સમયમાં જ અમારી દેશને ચલાવવાની ક્ષમતા વિશે ખબર પડી જશે. આ સાથે જ તેમણે ભારતને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવાની ચેતવણી પણ આપી હતી. પાકિસ્તાનને મૈત્રીપૂર્ણ દેશ ગણાવતા શહાબુદ્દીન દિલાવરે 30 લાખથી વધુ અફઘાનોને આશ્રય આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તાલિબાન દરેક દેશ સાથે શાંતિપૂર્ણ અને સહિયારા આદરનો સંબંધ ઈચ્છે છે.

શું કહ્યું PM Modi એ?
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, 'ભગવાન સોમનાથનું મંદિર આજે ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે એક વિશ્વાસ છે. જે નાશ કરનારી શક્તિઓ છે, જે આતંકના આધારે શક્તિ બતાવવાનું વિચાર છે, તે ચોક્કસ સમયગાળામાં અમુક સમય માટે પ્રભુત્વ ધરાવી શકે છે, પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય અસ્થાઈ હોતું નથી. તે લાંબા સમય સુધી માનવતાને દબાવી શકતા નથી. પીએમના આ નિવેદનને અફઘાનિસ્તાન સાથે જોડીને જોવામાં આવ્યું હતું.

Taliban એ PAK ને ગણાવ્યું બીજું ઘર
તાલિબાનના પ્રવક્તા જૈબુલ્લા મુજાહિદે પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે. પાકિસ્તાની ન્યુઝ ચેનલ એઆરવાય ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તાલિબાની પ્રવક્તા મુજાહિદે કહ્યું કે પાકિસ્તાનને અડીને અફઘાનિસ્તાનની સીમાઓ છે. જ્યારે ધર્મની વાત આવે છે તો અમે પરંપરાગત રીતે એકબીજા સાથે જોડાઈ જઈએ છીએ. બંને દેશોના લોકો એકબીજામાં ભળી જાય છે. તેથી અમે પાકિસ્તાન સાથે રિશ્તે પહેલા વધુ મજબૂત કરવા માંગીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news