Gameover: જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના ખુલાસાથી મચી સનસની
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની ટીમ એશિયા કપથી લઈને વર્લ્ડ કપ સુધી ખોટ સાલી હતી. હવે ખુદ ચીફ સિલેક્ટરે બુમરાહની ઈજાનું સમગ્ર સત્ય જણાવી દીધું છે. ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની સીરીઝ રમી હતી.
Chetan Sharma On Jasprit Bumrah: ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી. હવે જસપ્રીત બુમરાહની ઈજાને લઈને મોટો ખુલાસો થયો છે. BCCIના ચીફ સિલેક્ટર ચેતન શર્મા (Chetan Sharma) એ ઝી મીડિયાના સિક્રેટ કેમેરા પર જસપ્રીત બુમરાહ વિશે સૌથી મોટો ખુલાસો કર્યો છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.
જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જૂઠ સામે આવ્યું!
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની ટીમ એશિયા કપથી લઈને વર્લ્ડ કપ સુધી ખોટ સાલી હતી. હવે ખુદ ચીફ સિલેક્ટરે બુમરાહની ઈજાનું સમગ્ર સત્ય જણાવી દીધું છે. ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની સીરીઝ રમી હતી. આ સિરીઝ વિશે ચેતન શર્માએ કહ્યું, 'આવ્યો (બુમરાહ) ફિટ હતો, હવે તે (બુમરાહ) ફિટ થયો, તો અમે તેને ત્રીજી મેચમાં રમાડવા તેને, પરંતુ રાહુલ દ્રવિડ અને રોહિત ઇચ્છતા હતા કે પાજી આપણે તેને બીજી મેચ રમાડીએ. ત્યારબાદ આપણે તેને ત્રીજામાં આરામ આપીએ.તેને જલ્દી ઓસ્ટ્રેલિયા મોકલીએ, જ્યાં આપણી પ્રેક્ટિસ મેચ છે, ત્યાં આપણે તેને ત્રણમાંથી બે રમાડીશું. ઠીક છે, તેથી મેં બુમરાહ સાથે વાત કરી, બુમરાહ તો પ્રથમ મેચ રમવા માંગતો હતો.
Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ
સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?
ટીમ ઇન્ડીયાના ખેલાડીઓનો ઇંજેક્શનવાળો, તપાસ થઇ તો બરબાદ થઇ પ્લેયર્સનું કેરિયર!
ચેતન શર્માએ બુમરાહ સાથે કરી હતી આ વાતચીત
ચેતન શર્માએ કહ્યું, 'જ્યારે મેં બુમરાહ સાથે વાત કરી તો બુમરાહ પહેલી મેચ રમવા માંગતો હતો. સર, હું તો પહેલી જ મેચ રમવા માંગુ છું. મેં કહ્યું ના ના ના પહેલી મેચ નહી બીજી રમજે. જ્યારે તે સાંજે મારા પર ફોન આવ્યો કે સર અમને સ્કેન માટે મોકલો. હવે મેનેજમેન્ટ ફસાઇ ગયું, સિલેક્ટરો ફસાઇ ગયા છે કે સર આ થોડી ફરિયાદ કરે છે. જો અમે તેને ઓસ્ટ્રેલિયા લઈ જઈએ અને તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરીએ તો તે પછી તેને બદલી શકાય નહીં. પછી આપણે તેના માટે આખી પ્રક્રિયા કરવી પડશે.
આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો: Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
ઈજા બાદ પણ રમવા માટે તૈયાર હતો
એટલે કે બુમરાહ ઈજાથી પરેશાન હતો પરંતુ તે ટીમમાં રહેવા માટે ઠીક હોવાનો દાવો પણ કરી રહ્યો હતો. અનફિટ બુમરાહ ટીમમાં રહ્યો અને તેને ત્રીજી મેચ પણ રમાડવામાં આવી. તેનું પરિણામ એ આવ્યું કે યોર્કર માટે પ્રખ્યાત બુમરાહે 4 ઓવરમાં 50 રન આપ્યા અને 1 વિકેટ પણ ન મેળવી શક્યો. બુમરાહની ઈજા મોટી હતી અને સામે વર્લ્ડ કપ હતો. તેણે આગળ કહ્યું, 'બીજી મેચની મધ્યમાં, સાંજે, મને સંદેશ મળ્યો કે અમે તેને ફરીથી સ્કેન માટે લઈ જઈ રહ્યા છીએ. જ્યારે તેમને સ્કેન કર્યું તો સ્કેનમાં કેટલીક વસ્તુઓ જોવા મળી કે આ વર્લ્ડકપમાં જરૂર જશે, એક-બે મેચમાં તૂટી જશે. સર જો આપણે રમાડીશું તો તે ઓછામાં ઓછા એક વર્ષ માટે બહાર રહેશે. હવે પસંદગી સમિતિ અટવાઈ ગઈ છે. સ્પોર્ટ્સ સાયન્સ પણ અટકી ગયું કે હવે શું કરીએ.
આ કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો
ચેતન શર્માના જણાવ્યા અનુસાર, આ સીરીઝ બાદ થયેલા સ્કેનથી સ્પષ્ટ થયું હતું કે બુમરાહની ઈજા એટલી મોટી હતી કે તે તેને લાંબા સમય સુધી દૂર રાખી શકે છે. ત્યારબાદ બુમરાહ અને ટીમ મેનેજમેન્ટે તેને વર્લ્ડ કપમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. બુમરાહ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપનો મહત્વનો સભ્ય હતો. તે સંપૂર્ણ રીતે ફિટ નહોતો પરંતુ તેમ છતાં તેની ફિટનેસ સાથે આ ચાન્સ લેવામાં આવ્યો હતો. જેનું પરિણામ એ આવ્યું કે તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નહોતો. બુમરાહને શ્રીલંકા સામેની સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી પણ તે સંપૂર્ણ રીતે ફિટ ન હતો અને તેનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube