જસપ્રીત બુમરાહે રમવી હતી રણજી મેચ, ગાંગુલીએ પાડી ના
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ગુજરાત અને કેરલ વચ્ચે શરૂ થયેલી રણજી ટ્રોફી મેચમાં રમ્યો નથી. ગુજરાત સાથે રમીને બુમરાહ પોતાની ફિટનેસની ચકાસણી કરવા ઈચ્છતો હતો.
નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ગુજરાત અને કેરલ (Gujarat vs keral) વચ્ચે આજથી શરૂ થયેલી રણજી (Ranji trophy) મેચમાં રમ્યો નથી. ગુજરાતની સાથે રમીને બુમરાહ પોતાની ફિટનેસને તપાસવા ઈચ્છતો હતો. આ મેચ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે લાંબા સમયથી બહાર છે.
તે જુલાઇ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં છેલ્લે રમ્યો હતો. રણજી ટ્રોફીની મેચથી તે પોતાની ફિટનેસ ચકાસવા ઇચ્છતો હતો. રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુમરાહને રણજી ટ્રોફીની મેચ રમવાની ના પાડી છે અને બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું છે.
બુમરાહને નવા વર્ષથી શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝમાં પણ રમશે.
AUS vs NZ: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર, બોલ્ટની વાપસી
પહેલા તેવા સમાચાર આવ્યા હતા કે બુમરાહે ઓસ્ટ્રેલિયા સિરીઝ સુધી રાહ જોવી પડી શકે છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં તે બીજી વનડેમાં વિશાખાપટ્ટનમમાં ટીમના પ્રેક્ટિસ સત્રમાં સામેલ થયો હતો.
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube