Gautam Gambhir: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ માટે અરજી મંગાવી છે. તે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે છે. વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આગામી ટી20 વિશ્વકપ બાદ સમાપ્ત થઈ જશે. હવે સૌથી મોટો સવાલ છે કે ભારતીય ટીમના આગામી કોચની જવાબદારી કોણ સંભાળી શકે છે. આ વચ્ચે ગૌતમ ગંભીરનું નામ સામે આવ્યું છે. ઈએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે ગંભીર, જે વર્તમાનમાં આઈપીઓલમાં કોલકત્તા નાઇટ રાઈડર્સના મેન્ટોર છે, તેનો બીસીઆઈએ સંપર્ક કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KKR ના મેન્ટોર છે ગૌતમ ગંભીર
42 વર્ષીય ગંભીરને આંતરરાષ્ટ્રીય કે ઘરેલુ સ્તર પર કોચિંગનો કોઈ અનુભવ નથી. તે બે આઈપીએલ ફ્રેન્ચાઇઝી માટે કોચિંગ સ્ટાફનો ઈન્ચાર્જ રહ્યો છે. તે આઈપીએલ 2022 અને 2023માં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટોર રહી ચૂક્યો છે. તે આઈપીએલ 2024માં કોલકત્તામાં જોડાયો હતો. 


વિશ્વકપ વિનિંગ ટીમનો સભ્ય રહ્યો છે ગંભીર
ગંભીર 2007માં ભારતની ટી20 વિશ્વકપ વિજેતા ટીમ અને 2011માં વનડે વિશ્વકપ વિજેતા ટીમનો સભ્ય હતો. તેણે 2011થી 2017 સુધી સાત આઈપીએલ સીઝન માટે કેકેઆરની કમાન સંભાળી હતી. તેની આગેવાનીમાં કેકેઆર પાંચ વખત પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરવામાં સફળ રહી હતી. તો 2012 અને 2014માં બે ટાઈટલ જીત્યા હતા. આ સિવાય 2014માં બંધ થયેલી ચેમ્પિયન્સ લીગ ટી20ના ફાઈનલમાં પણ ગંભીરે કેકેઆરની કમાન સંભાળી હતી. 


આ પણ વાંચોઃ ચારધામ યાત્રા કરતાં લોકો થઈ જજો અલર્ટ, ભારે ભીડ થતાં પ્રશાસને બનાવી નવી એડવાઈઝરી


BCCI એ મંગાવી છે અરજી
તાજેતરમાં બીસીસીઆઈએ ભારતીય પુરૂષ ટીમના હેડ કોચ પદ માટે અરજીઓ મંગાવી છે. બીસીસીઆઈએ કહ્યું- આ નોકરી જુલાઈ 2024થી ડિસેમ્બર 2027 સુધી છે. નોંધનીય છે કે દ્રવિડે 2021 ટી20 વિશ્વકપ બાદ ભારતના હેડ કોચના રૂપમાં પોતાનો બે વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો હતો. દ્રવિડનો કાર્યકાળ નવેમ્બર 2023માં સમાપ્ત થયો હતો. ત્યારબાદ દ્રવિડનો કાર્યકાળ ટી20 વિશ્વકપ સુધી વધારી દેવામાં આવ્યો હતો.