નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નવા ઉમેદવારો પર દાવ લગાવવાની તૈયારીમાં છે. પાર્ટી દેશભરમાં ઘણી સીટો પર જનતાની વચ્ચે લોકપ્રિય અભિનેતા, અભિનેત્રીઓ સહિત ઘણા ખેલાડીઓને ચૂંટણી લડાવવા ઈચ્છે છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ચૂંટણી મેદાનમાં ઉતારવાની અફવાઓ ખૂબ ચાલી રહી છે. પરંતુ ગંભીરે ખુદે ખંડન કરતા કહ્યું કે, હજુ તેણે આ વિશે વિચાર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં પદ્મ શ્રીથી સન્માનિત ક્રિકેટર ગંભીરે કહ્યું, હું જીવનમાં ક્રિકેટ રમ્યો છું. મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે, પૂર્ણકાલિન રાજનીતિ માણસને બદલી નાખે છે. મારે બે નાની દિકરીઓ છે અને મારે તેની સાથે સમય પસાર કરવાનો છે. મેં પણ અટકળો સાંભળી છે, પરંતુ હું હાલમાં આઈપીએલ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરી રહ્યો છું. 


આ પહેલા, દિલ્હી ભાજપના એક વરિષ્ઠ નેતાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર રાજનીતિમાં પગ મુકવા અને દિલ્હીથી ચૂંટણી લડાવવાને લઈને ગંભીર છે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે યોજાઇ રહેલી બેઠકોમાં ગંભીરે ભાગ લેવાનું શરૂ કરી દીધું છે. 


આ વર્ષે માર્ચમાં ડિફેન્સ કોલોનીમાં રેસિડેન્ટ વેલફેર એસોસિએશન દ્વારા આયોજીત આ પ્રકારની એક બેઠકમાં ગંભીરે ભાગ લીધો હતો. સંપર્ક કરવા પર ગંભીરે જણાવ્યું, આ વિશે મને કોઈ સંકેત નથી. હજુ સુધી આ અફવાઓ છે. દિલ્હીમાં 12 મેએ મતદાન થવાનું છે.