Asia Cup Ina vs Pak મેચમાં હશે ગ્લેમરનો તડકો, મેદાન પર ખેલાડીઓ સાથે જોવા મળશે સુંદર ચહેરા
Asia Cup Ind vs Pak: 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર સામ-સામે ટકરાશે...અને ક્રિકેટપ્રેમીઓને હાઈપાવર ડ્રામા જોવા મળશે. જોકે, તેની સાથો-સાથ આ વખતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલાડીઓની સાથે સુંદર ચહેરાઓની પણ જમાવટ જોવા મળશે.
Asia Cup Ind vs Pak: વાત કોઈ પણ રમતની હોય ચાહે કે ફૂટબોલ હોય, સ્પોટ્સકારની રેસ હોય કે પછી ટેનિસ હોય દરેકમાં ગ્લેમરનો તડકો તો અવશ્ય જોવા મળે છે. એમાંય જ્યારે વાત ભારતીયોની સૌથી પ્રિય રમત એટલેકે, ક્રિકેટની હોય ત્યારે એમાં ગ્લેમરનો તડકો વિશેષ રૂપથી દેખાય છે. ગ્રાઉન્ડની પર ચોગ્ગા-છગ્ગા વખતે ચીયર્સ લીડર્સ ઠુમકા લગાવતી દેખાય છે. તો ગ્રાઉન્ડની બહાર એટલેકે, સ્ટેડિયમમાં પણ સુંદર ચહેરાઓની ભરમાર જોવા મળતી હોય છે.
27 ઓગસ્ટથી એશિયા કપ 2022 શરૂ થશે. તમામ ચાહકો 28 ઓગસ્ટની મેચની રાહ જોઈ રહ્યા છે, 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવશે. આ શાનદાર મેચ જોવા માટે ઘણી મોટી હસ્તીઓ આવશે, જેમાં ભારતીય ખેલાડીઓના પાર્ટનર પણ સામેલ થશે..
1- ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા મેચ જોવા પહોંચી શકે છે. ધનશ્રી વર્મા ઘણા પ્રસંગોએ મેદાનમાં યુઝવેન્દ્ર ચહલને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.
2- હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક પણ દુબઈમાં દેખાઈ શકે છે. IPL 2022ની દરેક મેચમાં નતાશા સ્ટેનકોવિક પણ હાર્દિક પંડ્યા સાથે જોવા મળી હતી.
3- રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ હંમેશા તેની સાથે રહે છે. તમને જણાવી દઈએ કે રિતિકા રોહિત શર્માની મેનેજર છે, તેથી તે આ મેચ જોવા માટે મેદાન પર પહોંચી શકે છે.
4- રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી પણ ઘણા પ્રસંગોએ મેદાનમાં જોવા મળી છે. ઈશા નેગી દુબઈ પહોંચી શકે છે.
5- વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ હંમેશા તેની સાથે રહે છે. ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા વિરાટ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં અનુષ્કા શર્મા તેને પ્રોત્સાહિત કરવા દુબઈ પહોંચી શકે છે.