India vs Japan Final, Asian Games -2023 : ભારતીય હોકી ટીમે શુક્રવારે ધમાલ મચાવી દીધી છે. એશિયન ગેમ્સમાં હોકીનો ફાઇનલ મુકાબલો ભારત અને જાપાનની વચ્ચે રમાયો હતો. હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે જાપાનને 5-1 થી માત આપી અને ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે ટીમ ઇન્ડીયાએ પેરિસ ઓલમ્પિક (Paris Olympics) માટે પણ ક્વાલિફાઇ કરી લીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓ માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમો, પૈસા લગાવનાર છે ખૂબ ફાયદામાં
Car Modifications: કારમાં કરાવશો આ 4 મોડિફિકેશન તો ચોક્કસ પકડશે પોલીસ! ફાડશે મેમો


9 વર્ષ પછી બની ચેમ્પિયન
કેપ્ટન હરમનપ્રિત સિંહના 2 ગોલની મદદથી ભારતીય પુરૂષ હોકી ટીમે ગત ચેમ્પિયન જાપાનને એકતરફી ફાઇનલમાં 5-1 થી હરાવી એશિયાઇ રમતોમાં ગોલ્ડ જીત્યો. આ સાથે જ પેરિસ ઓલમ્પિક માટે પણ ક્વાલિફાઇ કરી લીધી. ટોક્યો ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ ટીમે 9 વર્ષ બાદ એશિયાઇ રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 


કરોડપતિ બનાવી દેશે આ 5 ટિપ્સ, તમે નથી કર્યું તો આજે જ કરો શરૂઆત
600₹ માં LPG બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, આ દિવસે થશે જાહેરાત


હરમનપ્રીતનું 'ડબલ'
ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ (32મી અને 59મી મિનિટ) કર્યા હતા. તેમના સિવાય અભિષેક (48મી મિનિટ), અમિત રોહિદાસ (36મી) અને મનપ્રીત સિંહ (25મી)એ ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ એસ. તનાકાએ 51મી મિનિટે કર્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમોએ શાનદાર ડિફેન્સ રમ્યું હતું. ભારતને 15મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ અમિત રોહિદાસની ફ્લિક સીધી જાપાનના ગોલકીપરની સામે ગઈ. બીજા ક્વાર્ટરમાં ભારતીયોએ આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું અને ત્રીજી મિનિટમાં પેનલ્ટી કોર્નરના રૂપમાં ફાયદો મળ્યો, પરંતુ આ વખતે પણ રોહિદાસ લક્ષ્ય ચૂકી ગયો.


World Cup: AUS વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં રોહિત રચશે ઇતિહાસ, તૂટી જશે વર્લ્ડ રેકોર્ડ
VIDEO: જમવામાં મોડું થતાં પુત્રવધૂને બેરહેમીથી ફટકારી, બાળકો ચીસો પાડતા રહ્યા, પણ...


ત્રીજા ક્વાર્ટરમાં પેનલ્ટી પર 2 ગોલ
મનપ્રીતે 25મી મિનિટે ભારતનું ખાતું ખોલાવ્યું હતું. લલિત ઉપાધ્યાયે સર્કલની અંદર બોલ લીધો અને નીલકાંત શર્માને આપ્યો જેણે બોલ મનપ્રીતને આપ્યો અને તેણે ચોક્કસ લક્ષ્ય સાથે ગોલ કર્યો. મેદાન પરના અમ્પાયરે બાઉન્સને કારણે ગોલને અમાન્ય જાહેર કર્યો હતો પરંતુ ભારતે વીડિયો રેફરલ લીધો હતો અને નિર્ણય ભારતીય ટીમની તરફેણમાં આવ્યો હતો. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર પર 2 ગોલ કર્યા હતા. આ ગોલ હરમનપ્રીતે 32મી મિનિટે અને રોહિદાસે 4 મિનિટ બાદ કર્યા હતા. ચોથા ક્વાર્ટરમાં અભિષેકે ત્રીજી મિનિટે અને હરમનપ્રીતે હૂટરની એક મિનિટ પહેલા ગોલ કરીને ભારતની શાનદાર જીત પર મહોર મારી હતી. (એજન્સી તરફથી ઇનપુટ)


Protein માટે મીટ અને ઇંડા ખાવાની જરૂર નથી, આ 4 ફળ ખાશો તો થઇ જશે કામ
Mangalwar Ka Totka: મંગળવારના દિવસે કરો લીંબૂના આ ખાસ ઉપાય, દૂર થશે કષ્ટ, હનુમાનજી વરસાવશે કૃપા

જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube