જમવામાં થોડું મોડું થતાં પુત્રવધૂને બેરહેમીથી ફટકારી, બાળકો ચીસો પાડતા રહ્યા, પણ હાથ ન રોક્યા, જુઓ VIDEO

Trending News In Gujarati: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. વાસ્તવમાં, આ વીડિયોમાં એક સસરા તેમની વહુને નિર્દયતાથી માર મારતા જોવા મળે છે.

જમવામાં થોડું મોડું થતાં પુત્રવધૂને બેરહેમીથી ફટકારી, બાળકો ચીસો પાડતા રહ્યા, પણ હાથ ન રોક્યા, જુઓ VIDEO

Bizarre News:  ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ભલે બડાઈ મારતું જોવા મળે કે ત્યાંની મહિલાઓની સ્થિતિ સારી છે અને તેમની સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં મહિલાઓની શું હાલત છે. ક્યારેક બળજબરીથી ધર્મ પરિવર્તન અને ક્યારેક બળાત્કારની ઘટનાઓ  પ્રકાશમાં આવતી રહે છે. હાલમાં જ એક નવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને હવે તમને સમજાશે કે પાકિસ્તાનમાં મહિલાઓ કેટલી સ્વતંત્ર અને સુરક્ષિત છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. વાસ્તવમાં, આ વીડિયોમાં એક સસરા તેમની વહુને નિર્દયતાથી મારતા જોવા મળી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે પુત્રવધૂએ સસરાને ભોજન આપવામાં મોડું કર્યું, જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયો અને તેને માર મારવા લાગ્યા હતા.

વેલણ વડે પુત્રવધૂને માર માર્યો
આ ઘટના પાકિસ્તાનના શેખુપુરાની છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સસરા પુત્રવધૂને વેલણથી બેરહેમીથી મારતા હોય છે. તેને ક્યાં ઈજા થઈ રહી છે એ પણ તેઓ જોઈ રહ્યાં નથી. સસરાએ પુત્રવધૂ પર વેલણ વડે ઘણી વખત હુમલો કર્યો, પરંતુ પુત્રવધૂએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. તે ખાલી પોતાનો બચાવ કરતી જોવા મળી હતી.જે સમયે સસરા પુત્રવધૂને માર મારતા હતા તે સમયે મહિલાના ચાર બાળકો પણ ત્યાં હાજર હતા, જેમણે આગળ આવીને માતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સસરાને ધક્કો માર્યો હતો. 

Children are crying and saving their mother.
Did you hear their voices “mama aap apnay tamray main jao”🥺#Pakistan #PakistanEconomy #Pakistani #earthquake #bluesky #DollarRate #PakistanCricket #ImranKhan pic.twitter.com/99cdPibwW0

— Sheikh Nabeel (@SheikhNabeel786) October 2, 2023

બાળકોએ મહિલાને મદદ કરી
વીડિયોમાં એક છોકરી એક પુરુષને મુક્કો મારતી જોઈ શકાય છે. જ્યારે એક બાળક તેને મહિલાની નજીક જવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજા બાળકો તો પોતાની માતાને માર ખાતા જોઈને જોર જોરથી રડવા લાગે છે. આ વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે પુત્રવધૂ પાસેથી બીજી એક મહિલા પસાર થઈ રહી હતી, પરંતુ તેણે એક વખત પણ આગળ ન આવીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેને માર મારવા દીધો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પુત્રવધૂ પર મારપીટ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news