ipl 2024 GT vs PBKS: આઇપીએલ 2024 પંજાબ કિગ્સે ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર દબદબો ખતમ કરી દીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીત્યો અને ગુજરાતને પ્રથમ બેટીંગ માટે મોકલી દેધી. પંજાબના બોલરોએ શાનદાર શરૂઆત કરી, પરંતુ શુભમન ગિલે બીજા છેડે ખૂંટો લગાવી દીધો હતો. જેના લીધે ગુજરાતે પંજાબ સામે 200 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ પંજાબ કિંગ્સના ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ અને શશાંકે ગુજરાતના ગાભા કાઢી નાખ્યા. પંજાબે 3 વિકેટથી મુકાબલો પોતાના નામે કરી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંખાની હવાના કારણે નહી, પંખાની આ વસ્તુનું સારી ઉંઘ સાથે છે કનેક્શન
Under 30K: લોન્ચ થયા સસ્તા Split AC, મળી રહ્યું મોટું બેંક ડિસ્કાઉન્ટ


શુભમન ગિલ હતો 'વન મેન આર્મી' 
ગુજરાતની બેટિંગની વાત કરીએ તો શુભમન ગિલ ટીમનો સંકટમોચક સાબિત થયો હતો. ઓપનર રિદ્ધિમાન સાહા માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસને પણ 22 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, યુવા સાઈ સુદર્શને 19 બોલમાં 6 ચોગ્ગા ફટકારીને ગિલને ટેકો આપ્યો હતો અને વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું હતું. બીજા છેડેથી ગિલ અંત સુધી ટકી રહ્યો અને તેણે માત્ર 48 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ પૂરી કરી. આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને સ્કોરબોર્ડ પર 199 રન બનાવ્યા.


500 વર્ષ બાદ ગ્રહણ પર સર્જાશે દુર્લભ ચર્તુર્ગ્રહી યોગ, આ લોકોના શરૂ થશે 'અચ્છે દિન'
અનિલ અંબાણીના પુત્ર કરતાં ઓછી નથી પુત્રવધૂ ક્રિશા, પોતાના દમ પર ઉભો કર્યો બિઝનેસ


નૂર અહેમદની શાનદાર બોલિંગ
ગુજરાત તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. આ મેચમાં યુવા નૂર અહેમદે પોતાની શાનદાર સ્પિન બતાવીને પંજાબની કમર તોડી નાખી હતી. નૂરે પ્રભસિમરન સિંહ અને જોની બેરસ્ટો જેવા સ્ટાર બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. ગુજરાતના તમામ બોલરોએ વિકેટ લીધી હતી. પરંતુ પંજાબના એક બેટ્સમેને મેચના નિર્ણાયક સમયે ગુજરાતનો શ્વાસ અધ્ધર કરી દીધો હતો.


Interest Rate: PPF માં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...!
મોટી-મોટી બિલ્ડીંગો કડકભૂસ...પૂલ, બગીચા અને સ્વિમિંગ પૂલ ડોલ્યા, તાઇવાનથી સામે આવ્યા દિલધડક Photos


શશાંક-આશુતોષે પલટી બાજી
પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે શાનદાર 35 રન બનાવ્યા હતા. શિખર, ધવન, જોની બેયરિસ્ટો, સેમ કરન અને સિકંદર રજા જેવા બેટ્સમેન ફ્લોપ જોવા મળ્યા હતા. પરંતુ શશાંક સિંહે પોતાની ધાંસૂ બેટીંગ વડે મેચમાં જીવ પુર્યો હતો. આ ખેલાડી ફક્ત 25 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી. બીજા છેડે વિકેટ પડતી રહી, પરંતુ શશાંકે હાર ન માની. અંતે આશુતોષ સિંહે ફક્ત 16 બોલમાં 3 ચોગ્ગા 1 સિક્સરની મદદથી 31 રન બનાવ્યા હતા. 


રાજસ્થાન બાદ ગુજરાતમાં થશે જૌહર? જાણો હજારો ક્ષત્રાણિઓએ કેમ કર્યો હતો આત્મદાહ
Heinrich Klaasen: ભુક્કા કાઢે છે આ બેટર,  3 મેચમાં ફટકારી 17 સિક્સર, બોલરો પર રાખતો નથી જરા પણ દયા