Heinrich Klaasen: ભુક્કા કાઢે છે આ બેટર,  3 મેચમાં ફટકારી 17 સિક્સર, બોલરો પર રાખતો નથી જરા પણ દયા

IPL: IPL 2024 ની 15 મેચ રમાઈ ચૂકી છે. સિઝનમાં અત્યાર સુધીના ઘણા યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. ટૂર્નામેન્ટમાં એક બેટ્સમેન પણ છે જે ઘાતક ફોર્મમાં છે. આ બેટ્સમેને અત્યાર સુધી માત્ર 3 મેચ રમી છે અને આ મેચોમાં તેણે સૌથી વધુ 17 સિક્સર ફટકારી છે. બોલરો આ બેટ્સમેનથી બચવાનો રસ્તો શોધી રહ્યાં લાગે છે. એ જરા પણ દયા ન રાખી બોલરોને ચારે બાજુથી ફટકારે છે. 

હૈદરાબાદનો બેટ્સમેન ઘાતક ફોર્મમાં

1/5
image

સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેનનું નામ છે હેનરિક ક્લાસેન IPL 2024માં શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી રમાયેલી માત્ર 3 મેચમાં 17 સિક્સર ફટકારી છે. અત્યાર સુધી તે આ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. તે સૌથી વધુ રનના મામલે ત્રીજા સ્થાને છે.

બાહુબલી બોલરોનો પણ બને છે કાળ

2/5
image

ક્લાસેન પ્રથમ મેચથી જ બોલરોને ફટકારી રહ્યો છે. તેણે 3 મેચમાં 167 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 219.73 હતો. જેમાં બે અડધી સદી પણ ફટકારવામાં સફળ રહ્યો છે. તે કેટલો ઘાતક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે આ સિઝનમાં અત્યાર સુધી માત્ર 5 ચોગ્ગા જ ફટકાર્યા છે.

મુંબઈના બોલાવી દીધા હતા ભુક્કા

3/5
image

હેનરિક ક્લાસને મુંબઈ સામેની ટીમની બીજી મેચમાં ધમાકેદાર ઈનિંગ રમીને બોલરોની ધજ્જિયાં ઉડાવી દીધી હતી. ક્લાસને 34 બોલમાં તોફાની અણનમ 80 રન બનાવ્યા, જેમાં 7 ગગનચુંબી છગ્ગા અને 4 ચોગ્ગા પણ સામેલ હતા. તેની ઈનિંગના આધારે હૈદરાબાદે આ મેચમાં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 277 રન બનાવ્યા હતા.  

હૈદરાબાદનો 2 મેચમાં પરાજય થયો હતો

4/5
image

પેટ કમિન્સની કેપ્ટન્સીમાં રમી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ માત્ર મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત નોંધાવવામાં સફળ રહી છે. હૈદરાબાદની આગામી મેચ 5 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર થશે.

અભિષેક શર્મા સૌથી વધુ છગ્ગા મારનાર બીજો બેટ્સમેન

5/5
image

હૈદરાબાદનો બેટ્સમેન અભિષેક શર્મા ટીમનો એવો બેટ્સમેન છે જેણે IPL 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. તેણે 3 મેચમાં 11 સિક્સર ફટકારી છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલામાં તે ચોથા સ્થાને છે. અભિષેકે આ મેચોમાં 124 રન બનાવ્યા છે અને ટોપ રન બનાવનારાઓમાં તે 9મા નંબરે છે. હવે આઈપીએલ ધીમેધીમે જામવા લાગી છે. હાલમાં ટોપટેનમાં રાજસ્થાન એ પ્રથમ સ્થાને છે. રાજસ્થાને 3માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે મુંબઈ 3 મેચમાં 3 હારીને છેલ્લા ક્રમે છે.