Sports News : ઓલિમ્પક 2036 ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઓલિમ્પિક 2036 માટે એસપીવને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. એટલુ જ નહિ, અહી ત્રણ હજાર મકાનોનું ભવ્ય ગામ બનશે. ત્યારે ગુજરાતમાં કયા જગ્યાએ ઓલિમ્પિક યોજાશે તે માટે તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ઓલિમ્પિક યોજવાના લક્ષ્ય સાથે 33 સ્થળો નક્કી કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા કયા સ્થળોની પસંદગી કરાઈ
ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની ઉજવણી ક્યા થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતમાં ઓલિમ્પિક રમતોની શક્યતાને પગલે 33 સ્થળોની પસંદગી કરાઈ છે. જેમાંથી 17 સ્પોટ અમદાવાદમાં છે. તો 6 સ્પોટ ગાંધીનગરમાં છે. બાકીના સ્પોટ રાજ્યમાં અન્ય સ્થળોએ છે. 


આ 33 સંભવિત સ્પોટ્સ પર સિંગલ સ્પોર્ટસ માટે 22 અને મલ્ટી સ્પોર્ટસ માટે 11 સ્થળ પસંદ કરાયા છે. આ 33 સ્થળો માટે પહેલા 131 સાઈટ્સનું મૂલ્યાંકન કરાયુ હતું. જેમાં સ્થળ સુધી પહોંચવાની કનેક્ટિવિટી,  ક્ષમતા, લેગસી સંભવિત, વિસ્તરણ ક્ષમતા અને ઓવરલે સંભવિત જેવા માપદંડોના આધારે 56 સાઈટ્સ પર વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. જેના પર ચર્ચા વિચારણના અંતે 33 સાઈટ્સની પસંદગી કરવામાં આવી હતી. 


રક્ષાબંધનમાં વરસાદ આવશે કે નહિ, હવામાન વિભાગની ચિંતા વધારતી આગાહી


આ સ્પોર્ટસ સ્થળોની પસંદગી
2036 માં ઓલિમ્પિક રમવા માટે અમદાવાદ યજમાન બનવા માટે તલપાપડ બની રહ્યું છે. માત્ર ઓલિમ્પિક જ નહિ, 2026-2030 ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ, 2030 માં સમર યૂથ ઓલિમ્પિક્સ અને 2033 માં એશિયન યુથ ગેમ્સ માટે પણ અમદાવાદ યજમાન બની શકે છે. 


આ માટે સરદાર પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અનેક રમત ગમતના કાર્યક્રમોનું આયોજન કરશે. 


ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ, મુસાફરો વધતા આ રુટ પર દોડશે ટ્રેન


ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક SPV નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે. 


આ બેઠકમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવના માસ્ટર પ્લાનનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જે ઓલિમ્પિકની તમામ રમતોનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. મોટેરા ખાતે તૈયાર થનારા આ એન્ક્લેવમાં અંદાજે 4600 રૂપિયા કરોડનો ખર્ચો થશે. જ્યાં 93 લાખ ચોરસ ફૂટમાં 20 જેટલી સ્પોર્ટસનું આયોજન થઈ શકે તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 


ગુજરાતીઓને વિદેશ ભણવામાં આ તકલીફોનો કરવો પડે છે સામનો, પડકારો જ પડકારો છે