નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે 18 વર્ષ પહેલા હરભજન સિંહે ઝડપેલી ટેસ્ટ હેટ્રિક પર સવાલ ઉઠાવ્યો હતો ત્યારબાદ આ ભારતીય ઓફ સ્પિનરે પોતાના અંદાજમાં ગિલીને આકરો જવાબ આપ્યો છે. હરભજન સિંહે એડમ ગિલક્રિસ્ટને કહ્યું કે, તે 2001મા ઈડન ગાર્ડન્સ પર રમાયેલી કોલકત્તા ટેસ્ટમાં ઝડપેલી હેટ્રિકમાં પોતાની વિકેટને લઈને રોવાનું બંધ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે હરભજને તે ઐતિહાસિક મેચમાં રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્નને સતત ત્રણ બોલમાં આઉટ કરીને ઐતિહાસિક હેટ્રિક ઝડપી હતી. તે ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. તે મેચમાં ગિલક્રિસ્ને LBW આઉટ આપ્યો હતો, પરંતુ રિપ્લેમાં જાણવા મળ્યું કે, બોલ પહેલા તેના બેટ પર વાગ્યો હતો. તે સમયે નિર્ણય સમીક્ષા સિસ્ટમ (DRS)નો ઉપયોગ થતો નહતો. ગિલક્રિસ્ટે ટ્વીટ કરતા લખ્યું, 'હરભજનની હેટ્રિકના સમયે ડીઆરએસ નહતું.'




તેનો જવાબ આપતા હરભજને લખ્યું, 'તમને લાગે છે કે જો તમે પ્રથમ બોલ પર બચી જાત તો વધુ સમય ક્રીઝ પર ટકી શકત? આ વાત પર રોવાનું બંધ કરો દોસ્ત. મને લાગ્યું હતું કે આરણા રમવાના દિવસો બાદ તમે સમજદારીથી વાત કરશો પરંતુ કેટલિક વસ્તુ બદલતી નથી અને તમે તેનું સૌથી શાનદાર ઉદાહરણ છો. હંમેશા રડતા રહો છો.'



મહત્વનું છે કે જ્યારે જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં હેટ્રિક ઝડપી હતી ત્યારે એક ફેને 18 વર્ષ જૂનો હરભજનની હેટ્રિક વાળો વીડિયોને ટ્વીટર પર શેર કર્યો હતો. ફેને પોતાના ટ્વીટમાં ગિલક્રિસ્ટને ટેગ પણ કર્યું હતું. ત્યારબાદ આ વિવાદ શરૂ થયો હતો.